Western Times News

Gujarati News

ભારે વરસાદથી શાકભાજીના પાકને નુકસાન :શાકભાજીના ભાાવમાં ભડકો થવાની શક્યતા

Files Photo

દૂધી, કારેલા, કાકડી સહહિત વેલાવાળા શાક કોહવાઈ જશે : ભીંડા, ગવારને ઓછુ નુકસાન ઃ તલ, અડદના પાકનું ધોવાણ

(પ્રતિનિધિ) અમદાવાદ, ઉત્તર- મધ્ય- દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રકચ્છમાં મેઘરાજાની પધરામણી થતા સૌ કોઈ ખુશખુશાલ થઈ ગયા હતા પરંતુ સૌરાષ્ટ્ર- મધ્ય ગુજરાતમાં ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયુ છે. તલ, અડદ, મોટા પાંદડાવાળા પાકનું ધોવાણ થઈ ગયુ છે. જાેકે સૌથી વધારે અસર શાકભાજી પાકને થતા આગામી દિવસોમાં શહેરોમાં શાકભાજીની તંગી સર્જાવાની સાથે ભાવમાં રોકેટ ગતિએ વધારો થાય તેવી શક્યતાઓ વ્યકત થઈ રહી છે.

કિસાનસંઘના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે વેલાવાળા શાકભાજી ભારે વરસાદથી કોહવાઈ જશે. વેલાવાળા શાકભાજીઓ દૂધી, કારેલા, કાકડી સહિતના પાક નિષ્ફળ જશે. પાણી વધારે પડવાથી વેલામાં ફૂગ જાેવા મળશે તેથી શાકભાજી પણ કોહવાઈ જશે અથવા તો સડી જશે. જાેકે ભીંડા, ગવારને વાંધો નહી આવે. પરંતુ ભીંડા પણ આજકાલના વાતાવરણમાં અસર પામશે.

બીજી તરફ ખેતરોમાં પાણી ભરાઈ જતા મધ્યગુજરાતના આણંદ- ખેડા પંથકમાં તથા સૌરાષ્ટ્રમાં શાકભાજીનો પાક ધોવાઈ ગયાની ભીતિ સેવાઈ રહી છે અમદાવાદની આસપાસના વિસ્તારોમાં વરસાદ અને ઉપરવાસમાંથી આવતા પાણીના લીધે શાકભાજીના પાકને નુકસાન થયાનો અંદાજ છે પરિણામે આગામી દિવસોમાં શાકભાજીની શોર્ટેજ તો ઉભી થશે તેની સામે ભાવમાં ઉછાળો આવશે. આમેય અમદાવાદમાં શાકભાજીના ભાવ આસમાને છે ત્યારે હવે વરસાદને કારણે શાકભાજીના પાકને નુકસાન થવાથી ભાવમાં ભડકો થાય તેમ મનાય છે

વળી જમાલપુર શાકમાર્કેટ બહાર લઈ ગયા હોવાથી અને માર્કેટબંધ રહેવાથી શાકભાજીની આવક થતી નથી છેક જેતલપુરથી શાકભાજી લાવવાથી ટ્રાન્સપોર્ટેશનના ખર્ચ વધી જવાથી શાકભાજીના ભાવ વધી રહયા છે તેમાં પડતા પર પાટુ સમાન ભારે વરસાદ- પુરથી શાકભાજીને નુકસાન થયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.