Western Times News

Gujarati News

સંજય દત્તને અમેરિકાના ૫ વર્ષના વીઝા મળી ગયા

મુંબઈ: થોડા દિવસ પહેલા સંજય દત્તને પોતાની કેન્સરની બીમારી અંગે જાણ થઈ. તે પોતાની પ્રાથમિક સારવાર તો મુંબઈમાં જ કરાવી રહ્યો હતો. હવે લેટેસ્ટ રિપોર્ટ્‌સ અનુસાર, તે ટ્રિટમેન્ટ માટે અમેરિકા જવાની તૈયારી કરી રહ્યો છે. રિપોર્ટ્‌સ અનુસાર, સંજય દત્તને ફેફસાંનું કેન્સર છે.

રિપોર્ટ અનુસાર, સંજય દત્તને કેન્સરની જાણ થતા જ તેણે યુએસના વીઝા માટે અપ્લાય કરી દીધું હતું. જોકે, શરૂઆતમાં તેને ક્લિયરન્સ મળવામાં મુશ્કેલી આવી રહી હતી કારણ કે, તે ૧૯૯૩ના બ્લાસ્ટના દોષિતો પૈકીનો એક છે. રિપોર્ટ્‌સ અનુસાર, તેના એક નજીકના દોસ્તે તેને મેડિકલ ગ્રાઉન્ડ્‌સ પર ૫ વર્ષના વીઝા અપાવી દીધા છે.

હવે આશા છે કે, તે પોતાની પત્ની માન્યતા અને બહેન પ્રિયા સાથે ન્યૂયૉર્ક જઈને કેન્સરની સારવાર કરાવશે. સંજય દત્તની માતા નરગિસને પણ ૧૯૮૦-૮૧માં કેન્સર થયું હતું. રિપોર્ટ્‌સ અનુસાર, તેમને પણ આ જ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. માત્ર તે જ નહીં ઋષિ કપૂર, મનીષા કોઈરાલા અને સોનાલી બેન્દ્રેએ પણ આ જ હોસ્પિટલમાં સારવાર કરાવી છે. જાણવા મળી રહ્યું છે કે, જો યુએસ જવાનો પ્લાન સફળ નહીં થાય સંજય સિંગાપોર જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.