Western Times News

Gujarati News

સોનિયાને પત્ર લખનાર અનેક નેતાઓ પોતાની વાત પર મકકમ

નવીદિલ્હી, કોંગ્રેસની અંદર પરિવર્તનને લઇ ભડકેલી આગને તો પાર્ટીએ કેટલાક ભાવનાત્મક રીતે અને કેટલાક બળ પ્રયોેગથી દબાવી દીધી પરંતુ તેની આગ યથાવત છે ફકત અનુકૂળ હવાની દરકાર છે અને આ વિદ્રોહની સ્થિતિ સુધી ભડકી શકે છે પત્ર લખી કોંગ્રેસની નાજુક સ્થિતિ પર સવાલ ઉઠાવવાના કેટલાક નેતાઓના નિર્ણય પર જારી હુમલાના જવાબમાં ફરીથી વરિષ્ઠ નેતાઓએ સ્પષ્ટ કર્યું કે તેમણે જે માંગ કરી છે તે પાર્ટીના હિતમાં છે.તે હજુ પણ તે માંગ પર મકકમ છે. સંકેત સ્પષ્ટ છે કે હવે કોંગ્રેસના નેતાઓ તેને પરિણામ સુધી લઇ જવા ઇચ્છે છે. કપિલ સિબ્બલ આનંદ શર્મા વિવેક તન્ખા મુકુલ વાસનિક જેવા અનેક નેતાઓએ ફરીથી ટ્‌વીટ કરી આ વલણની ઝલક આપી દીધી.

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં સર્વસમ્મતિથી સોનિયા ગાંધીને જવાબદારી સોંપવામાં આવી અને તે વિશ્વાસ અપાવાયો કે આગામી છ મહીનાની અંદર ખુબ કંઇ બદલાઇ જશે. હાલ પત્ર લખનારા નેતાઓની વચ્ચે આ સંકલ્પ પણ નક્કી જાેવા મળી રહ્યો છે કે આ લડાઇને પુરી કરવી જ પડશે હકીકતમાં બીજુ જુથ તેમને ઉશ્કેરવાનું પણ કામ કરી રહ્યું છે બેઠક બાદથી વિવિધ નેતાઓ તરફથી પત્ર લખવાની ટીકા કરવામાં આવી રહી છે.

સૌથી પહેલા કપિલ સિબ્બલે પોતાના વલણ વ્યકત કર્યા તેમણે કોઇ પૃષ્ઠભૂમિના ટિ્‌વટર પર લખ્યું કોઇ પદની લાલસા નથી મારા માટે મારો દેશ સૌથી મહત્વપૂર્ણ છે આનંદ શર્મા વિવેક તન્ખા જેવા નેતાઓએ પણ ટ્‌વીટરના માધ્યમથી કોંગ્રેસ નેતાઓને જ સંદેશ આપ્યો કે તે બળવાખોર નથી આ નેતાઓએ કહ્યું કે પત્રને બળવાના રૂપમાં નહીં પરંતુ પાર્ટીના હિતમાં જાેવા જાેઇએ મુકુલ વાસનિકે પણ જવાબ આપતાં કહ્યું કે મોડે થી પણ તમામ નાશે કે પત્ર યોગ્ય ઇચ્છાની સાથે લખવામાં આવ્યો હતો અને જે મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો તે યોગ્ય હતો. આ તમામ નેતાઓએ સોનિયા ગાંધીને લખેલ પત્રમાં સહી કરી હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર એક તરફ જયાં યુવા બ્રિગેડ અને બીજા નેતા સંતુષ્ઠ છે કે ઉઠનાર અવાજને દબાવી દેવામાં આવે જયારે પત્ર લખનાર વરિષ્ઠ નેતા એ વાતથી નારાજ છે કે લાંબી બેઠકમાં પત્રના વિષય વસ્તુ પર ચર્ચા જ કરવામાં આવી નહીં જેમ પહેલા થતી હતી તે રીતે પરિવર્તનની હવાને રોકવાનો પ્રયાસ થયો કહેવાય છે પાર્ટીની અંદર નીતિ અને દિશા નક્કી કરવા માટે વિચાર અને મંથનની પ્રક્રિયા શરૂ થતી નથી તો ફરીથી અવાજ ઉઠશે તે વિદ્રોહની સ્થિતિ પણ બની શકે છે વિવેકે લખ્યું હતું કે ઇતિહાસ ફકત વીરોને યાદ કરે છે કાયરોને નહીં કોંગ્રેસના નેતૃત્વને લઇ જારી સંકટની વચ્ચે પાર્ટીના નેતા પી સી ચોકાએ સમગ્ર વિવાદ પર સવાલ ઉઠાવ્યા તેમણે કહ્યું કે કાર્યસમિતિની બેઠકના એક દિવસ પહેલા મીડિયામાં જારી કરવામાં આવ્યો તે યોગ્ય નથી તેમણે કહ્યું કે કાર્યસમિતિના સ્થાયી સભ્ય છે આમ છતાં તેમને બેઠકમાં બોલાવવામાં આવ્યા નહીં તેમણે કહ્યું કે કોંગ્રેસમાં ફકત કામચલાઉ રીતેથી કામ કરવામાં આવી રહ્યું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.