Western Times News

Gujarati News

બિહારમાં શિક્ષકોના પગારમાં ૧૫ ટકાનો વધારો કરાયો

પટણા, બિહારમાં પંચાયતી રાજ સંસ્થાઓ અને નગર નિગમના શિક્ષકોના મૂળ પગારમાં ૧૫ ટકાનો વધારો કરવામાં આવ્યો છે જેનો લાભ એક એપ્રિલ ૨૦૨૧થી મળશે. શિક્ષા વિભ૩ગે આ સંબંધમાં આજે આદેશ જારી કરી દીધા છે સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ કાર્યરત શિક્ષકોના જુલાઇ અને ઓગષ્ટના પગાર માટે ૧૫૬૦ કરોડ જારી કરવામાં આવ્યા છે.કેબિનેટે રકમ જારી કરવાની મંજુરી આપી દીધી છે. આ ઉપરાંત એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે પ્રાથમિક થી માધ્યમિત વિદ્યાલયથી ઉચ્ચ માધ્યમિક વિદ્યાલયમાં યોગ્ય શિક્ષકોની બઢતી કરાશે મધ્ય અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયમાં ૫૦ ટકા પદ બઢતીથી ભરવામાં આવશે તે પ્રચાર્ય પણ બની શકે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.