Western Times News

Gujarati News

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી દર મિનિટે એકનું મોત થાય છે

નવીદિલ્હી, ભારતમાં કોવિડ ૧૯ના સંક્રમણના કેસ સતત વધી રહ્યાં છે છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં એક વખત ફરીથી કોરોનાના ૬૩,૪૮૯ કેસ સામે આવ્યા છે આ સતત પાંચમો દિવસ છે જયારે દેશમાં ૬૦૦૦૦થી વધુ કેસો નોંધાયા છે.
દેશમાં સૌથી વધુ પ્રભાવિત રાજયોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં સ્થિતિ ખરાબ છે અહીં પીડીતોની સંખ્યા ૫,૮૪,૦૦૦ને પાર થઇ ગઇ છે જયારે છેલ્લા ૨૪ કલાકમાં ૩૨૨ લોકોના મોતની સાથે મૃતકોની સંખ્યા ૧૯૭૪૯ થઇ ગઇ છે દેશના કુલ મોતમાં એક તૃત્યાંશથી વધુ હિસ્સો મહારાષ્ટ્રનો છે જાે માત્ર મંગળવારના જ આંકડા જાેઇએ તો મહારાષ્ટ્રમાં દર ચાર મિનિટમાં એક વ્યક્તિનું કોરોનાથી મોત થયું છે જયારે દર કલાકે રાજયમાં ૫૨૬ નવા કેસ સામે આવી રહ્યાં છે સંક્રમિત રાજયોમાં બીજા નબરે તામિલનાડુ છે.અહીં કોસોની સંખ્યા ૩,૩૨,૧૦૫ થઇ ગઇ છે ત્રીજા નંબર પર આંધ્રપ્રદેશ છે અહીં ૨૮૧૮૧૭ કેસ છે જયારે ચોથા નંબર પર કર્ણાટકમાં ૨,૧૯,૯૨૬ કેસ છે.ત્રીજા નંબરે આવનાર આંધ્રપ્રદેશમાં ૨૫૬૨ લોકોના મોતની સરખામણીમાં કર્ણાટકમાં અત્યાર સુધીમાં ૩૮૩૨ દર્દીઓના મોત થઇ ચુકયા છે.

હાલ ભારતમાં રાહતના સમાચાર એ છે કે અત્યાર સુધીમાં કુલ દર્દીઓમાંથી અંદાજે ૭૧ ટકા એટલે કે ૮૧ લાખથી વધુ લોકો સાજા થઇ ઘરે પાછા ફરી ચુકયા છે છેલ્લા ૨૪ કલાકમાં જ ૫૩૦૦૦થી વધુ દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે દેશમાં એકિટવ કેસનોની સંખ્યા ૬,૭૭,૦૦૦ છે.ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૨૫,૮૯,૬૮૨ થઇ ગઇ છે. એટલું જ નહીં દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯૪૪થી વધુ લોકોના મોત પણ થયા છે હવે કુલ મોતનો આંકડો ૫૦૦૦૦ની નજીક પહોંચી ગયો છે આ દ્‌ષ્ટિથી ભારત અત્યારે દુનિયામાં કોરોનાથી મોતના કેસમાં ચોથા નંબર પર છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.