Western Times News

Gujarati News

ખેડૂતો ટપક સિંચાઇનો વ્યાપક લાભ લે: નાયબ મુખ્યપ્રધાન

ખેડુતોના સર્વાંગી વિકાસ માટે ૭ પગલા ખેડુત કલ્યાણના સૂત્રને સાકાર કરવા સરકાર મક્કમતાથી આગળ વધી

ગાંધીનગર, મહેસાણા જિલ્લાના કડી કોટન માર્કેટ યાર્ડ ખાતે યોજાયેલા ખેડુત સંમેલનમાં નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યું હતું કે રાજ્યના ખેડુતોના સર્વાંગી વિકાસ માટે સાત પગલાં ખેડૂત કલ્યાણના. સૂત્રને સાચા અર્થમાં સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે. રાજ્યના લાખો કિસાનોના હિતમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. એજ રીતે કરા, માવઠુ, અતિવૃષ્ટિ કે દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં પણ ખેડૂતોને બેઠા કરવા તથા આર્થિક રીતે સદ્ધર કરવા માટે રાજય સરકારે આ યોજના અમલી બનાવી છે.

નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે ઉમેર્યું હતું કે સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાયના નિભાવ ખર્ચમાં સહાય આપવાનો પરિણામલક્ષી ર્નિણય અમે કર્યો છે. તેમણે ઉમેર્યુ કે કૃષિ ઉત્પાદનોના પરિવહન માટે મીડિયમ સાઈઝના ગુડ્‌ઝ કેરિયર વાહન ઉપર સહાય આપવાની આ સરકારે શરૂઆત કરી છે. ફળ,શાકભાજીનું છૂટક વેચાણ કરીને ગુજરાન ચલાવતા ખેડૂતો માટે ઠંડી, ગરમી અને વરસાદથી રક્ષણ આપવા માટે તેમને વિનામૂલ્યે છત્રી આપવાની યોજના અમલમાં મુકી છે.

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં ખેડુતોના હિતમાં ઝીરો ટકા વ્યાજે ધીરાણ આપવામાં આવે છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનામાં ખેડુત દીઠ વાર્ષિક રૂા.૦૬ હજારની સહાય આપવામાં આવે છે. તેમણે મહેસાણા જિલ્લાના કિસાનોને ટપક સિંચાઇ યોજનાનો લાભ લેવા ખાસ અનુંરોધ કર્યો હતો. નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યું હતું કે કોરોના પગલે નાના વ્યવસાયકારોની મુશ્કેલી દુર કરવા માટે રાજ્ય સરકારે આર્ત્મનિભર ગુજરાત સહાય યોજના અમલમાં મુકી છે. આ યોજના હેઠળ રાજ્યભરમાં કરોડો રૂપિયાની લોન બે ટકાના વ્યાજ દરે આપવામાં આવી છે. આ યોજનામાં નાગરિકો વતી છ ટકા વ્યાજ સરકાર દ્વારા ચુકવાવમાં આવે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.