Western Times News

Gujarati News

નાસિકનું ચલણી નોટ પ્રેસ ૪ દિવસ માટે બંધ કરાયું

નાસિક: ૪૦ કર્મચારીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા નાસિક સ્થિત કરન્સી પ્રેસ ૪ દિવસ માટે બંધ કરવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. નાસિકમાં કરન્સી નોટ પ્રેસ અને ઈન્ડિયા સિક્યુરિટી પ્રેસ આજથી ચાર દિવસ સુધી યુનિટ્‌સની કામગીરી સ્થગિત કરશે. કારણ કે છેલ્લા એક સપ્તાહમાં બંને પ્રેસમાં કામ કરતા ૪૦ કર્મચારીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સીએનપી એક દિવસમાં ૧૭ મિલિયન ચલણી નોટો છાપે છે. જ્યારે આઈએસપી રેવેન્યુ સ્ટેમ્પ, સ્ટેમ્પ પેપર્સ, પાસપોર્ટ અને વિઝા છાપે છે.

સીએનપીમાં ૨૩૦૦ જ્યારે આઈએસપીમાં ૧૭૦૦ કર્મચારીઓ છે. ચાર દિવસના શટડાઉન દરમિયાન કરન્સી નોટોના ૬૮ મિલિયન ઉત્પાદનના નુકસાનને રવિવાર સુધી કામ કરીને પૂર્ણ કરવામાં આવશે. સીએનપી-આઈએસપીના સૂત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ મહિનામાં બંને એકમોના લગભગ ૧૨૫ કર્મચારીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ૪ દિવસ બાદ બંને પ્રેસમાં ફરીથી કામગીરી શરૂ થયા બાદ નાસિક મ્યુનિસિપલ કોર્પોરેશન તમામ કર્મચારીઓ પર એન્ટિજન ટેસ્ટ કરશે.

કરન્સી નોટ પ્રેસ અને ઇન્ડિયા સિક્યુરિટી પ્રેસ બંને સિક્યુરિટી પ્રિન્ટિંગ એન્ડ મિંટિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના યુનિટ્‌સ છે, જે સિક્કા ઉપરાંત સરકારી કરન્સી અને અન્ય સુરક્ષા દસ્તાવેજો પણ છાપે છે. કંપનીના દેશભરમાં કુલ નવ યુનિટ્‌સ છે. જોકે, આજથી ચાર દિવસ પછી બંને યુનિટ્‌સમાં કામગીરી ફરીથી શરૂ થયા બાદ તમામ કર્મચારીઓનો એન્ટિજન ટેસ્ટ હાથ ધરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.