Western Times News

Gujarati News

તમે સાચા યોદ્ધા છો જે લડવા માટે જન્મ્યા : ચહરની બહેન

નવી દિલ્હી: બીસીસીઆઈએ શનિવારે પુષ્ટિ કરી હતી કે ૧૧ સભ્ય અને બે ખેલાડીઓને કોરોના થઈ ગયો છે. અહેવાલો મુજબ, આ તમામ લોકો ચેન્નઈ સુપરકિંગ્સ સાથે જોડાયેલા છે. ખેલાડી તરીકે ફાસ્ટ બોલર દીપક ચાહરનું નામ સામે આવ્યું હતું અને હવે તેની બહેન માલતી ચાહરે આ વાતની એક રીતે પુષ્ટિ કરી છે. માલતીએ સોશિયલ મીડિયા પર દીપક ચાહરની એક તસવીર શૅર કરતાં લખ્યું કે, તમે એક સાચા યોદ્ધા છો જે લડવા માટે જન્મ્યા છો. અંધારી રાત બાદ એક ચમકતો દિવસ પણ હોય છે.

આશા છે કે તમે શાનદાર રીતે વાપસી કરશો. તમારી ત્રાડની રાહ જોઈ રહી છું. તેણે સાથે જ લખ્યું કે તેનો મેસેજ સમગ્ર સીએસકે ફેમિલી ટીમ માટે છે. દીપક ચાહર ઉપરાંત બેટ્‌સમેન રૂતુરાજ ગાયકવાડને પણ કોરોના થયો હોવાના અહેવાલ સામે આવ્યા હતા. ચેન્નઈની ટીમને એક સપ્તાહ માટે ક્વૉરન્ટીન કરી દેવામાં આવ્યા છે અને તેમનું ટ્રેનિંગ સેશન પણ એક સપ્તાહ બાદ શરૂ થશે. દીપક ચાહરની બહેન માલતી એક મોડલ અને એક્ટર છે.

તે અનેકવાર આઇપીએલ દરમિયાન પોતાના ભાઈ દીપકની મેચ જોવા સ્ટેડિયમ પહોંચી છે. નોંધનીય છે કે, માલતી ચાહરની ફેવરીટ ટીમ ચેન્નઈ સુપરકિંગ્સ છે અને તેના કેપ્ટન એમ. એસ. ધોનીની તે ખૂબ જ મોટી પ્રશંસક છે. માલતીએ લખનઉથી બીટેક કર્યા બાદ મોડલિંગને કારકિર્દી તરીકે પસંદ કર્યું. તે ૨૦૧૪માં મિસ ઈન્ડિયા નોર્થ રીજન રનરઅપ રહી. મિસ ઈન્ડિયા પ્રતિયોગિતામાં માલતી મિસ ફોટોજેનિક રનરઅપ રહી. ૨૦૧૪માં તેને એડની ઓફર મળવાની શરૂઆત થઈ ગઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.