Western Times News

Gujarati News

ભારતમાં ૨૪ કલાકમાં કોરોના ૬૯.૯૨૧ નવા કેસ નોંધાયા

નવીદિલ્હી, ભારતમાં છેલ્લા કેટલાક દિવસથી રોજ ૭૫ હજારથી વધુ કોરોના પોઝિટીવ કેસો આવી રહ્યાં હતાં સોમવારે ૭૮ હજારથી વધુ કેસ નોંધાયા હતાં પરંતુ મંગળવારે થોડા રાહત આપતા આંકડા સામે આવ્યા છે કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ૬૯,૯૨૧ નવા પોઝીટીવ કેસો નોંધાયા છે.આ ઉપરાંત કોરોના વાયરસના કારણે ૮૧૯ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩૬,૯૧,૧૬૭ થઇ ગઇ છે. જયારે આ મહામારી સામે લડી રહેલા ૨૮ લાખ ૩૯ હજાર ૮૮૩ લોકો સાજા પણ થઇ ચુકયા છે. હાલ ૭,૮૫,૯૯૬ એકિટવ કેસો છે દેશમાં અત્યાર સુધીમાં કુલ ૬૫,૨૮૮ લોકોના કોરોના વાયરસના કારણે મોત નિપજયા છે. બીજી તરફ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ મંગળવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ ૩૦ ઓગષ્ટ સુધીમાં ભારતમાં કુલ ૪,૩૩,૨૪,૮૩૪ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે સોમવારના ૨૪ કલાકમાં ૧૦,૧૬,૯૨૦ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં ૨૪ કલાકમાં સુરતમાં ૨૫૬,અમદાવાદમાં ૧૭૩ વડોદરામાં ૧૨૮ જામનગરમાં ૧૧૪ રાજકોટમાં ૧૧૮ અમરેલીમાં ૩૦ મહેસાણામાં ૨૯ મોરબીમાં ૨૮ ભાવનગરમાં ૪૦ પાટણમાં ૨૫ સુરેન્દ્રનગરમાં ૨૧ કેસ નોંધાયા હતાં.  જયારે આણંદમાં ૨૦, ભરૂચ કચ્છમાં ૨૦-૨૦ નોંધાયા છે ગાંધીનગરમાં ૩૬ બનાસકાંઠા ૧૮, જુનાગઢમાં ૩૫,ગીર સોમનાથમાં ૧૪ દાહોદ ખેડામાં ૧૩- ૧૩ દેવભૂમિ દ્વારકા અને નવસારીમાં ૧૨-૧૨ સાબરકાંઠામાં ૧૧ છોટા ઉદેપુરમાં ૧૦ મહીસાગરમાં ૧૦ કેસ નોંધાયા છે જયારે પોરબંદરમાં ૯ વલસાડમાં ૬ અરવલ્લી બોટાદ નર્મદા ૫-૫ તાપીમાં ચાર કેસ મળી કુલ ૧૨૮૦ કેસ નોંધાયા છે.રાજયમાં અત્યાર સુધીમાં ૩૦૨૨ મૃત્યુ થયા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.