Western Times News

Gujarati News

બાયડમાં શ્રમિક મહિલાને યમરાજનો કાળ ભરખી ગયો 

અરવલ્લીમાં અકસ્માતનો સીલસીલો યથાવત

અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે સોમવારની સવાર ગોઝારી સાબિત થઈ. હિટ એન્ડ રનની ઘટનામાં સામાન્ય પરિવારની મહિલાનું મોત નીપજ્યું હતું.  પ્રાપ્ત માહિતી મુજબ, બાયડથી ધનસુરા તેમજ સાઠંબા  તથા દહેગામ રોડ પર બેફામ દોડતાં ડમ્પરોના કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે.


જ્યારે બાયડ માં પણ ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બનતી જાય છે અને વાહનો બેફામ ગતિએ દોડતા હોય છે તેમને રોકવાવાળું કે ટોકવાવાળુ કોઈ હોય એવું લાગતું જ નથી પોલીસ તેની મસ્તીમાં આમતેમ લટાર મારતી હોય છે ત્યારે અકસ્માતની ઘટના બને અને તુરત જ દોડતી ઘટનાસ્થળ પર આવે  પાણી નીકળ્યા પછી પાળ બાંધવા જેવું કામ કરે તેના કરતા આવા બેફામ ગતિથી દોડતા વાહનો પર લગામ લગાવે  તો અકસ્માતની ઘટના બનતી અટકી જાય

આવી જ એક ઘટના સોમવારે સવારે બાયડ શહેરની નજીક હાઈવે રોડ પર એક શ્રમિક પરિવારની મહિલા સવારે દુધ લેવા જતાં હતાં ત્યારે રોડ ક્રોસ કરતાં જીઈબી ઓફિસ નજીક  એક પુરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે અડફેટે લેતા મહિલા નુ સ્થળ પરજ મોત નીપજ્યું હતું અને સવાર મોજ બનેલી ઘટનાને પગલે મહિલાના મોત થી અરેરાટી ફેલાઈ હતી  બાયડના મિર્ઝા ફાર્મ ખાતે રહેતા શ્રમિક પરિવારની આ મહિલા શહેનાજબેન રશીદમીયાં ચૌહાણ ઉં. વ.. 45. ડમ્પરની જોરદાર ટક્કરે ગંભીર ઇજાઓ પહોંચતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ડમ્પર ચાલક મહિલાને કચડી વાહન ભગાવીને રફુચક્કર થઈ ગયો હતો.

અકસ્માતની જાણ બાયડનગરમાં વાયુવેગે પ્રસરી જતાં લોકોનાં ટોળેટોળાં ઘટનાસ્થળે એકત્ર થઇ ગયા હતા. થોડા સમય માટે હાઈવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. અને ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતની જાણ બાયડ પોલીસને સાબીરમીયાં યાસીનમીયાં ચૌહાણે કરતાં બાયડ પોલીસે અજાણ્યા ડમ્પર ચાલક સામે ગુનો નોંધી એન. જી. ગોહિલ ઈન્ચાર્જ પી.આઈ તપાસ હાથ ધરી છે. અને ડમ્પર ચાલક ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.