Western Times News

Gujarati News

નવી શિક્ષણ નીતિ કોઈ સરકાર નથી, દેશની નીતિ છે : મોદી

નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે નવી શિક્ષણ નીતિ પર આયોજિત રાજ્યપાલની કૉન્ફરન્સમાં ભાગ લીધો. સરકાર તરફથી નવી શિક્ષણ નીતિનું એલાન કરવામાં આવ્યુ છે. જેના પર હજુ પણ મંથન ચાલુ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યુ કે દેશના લક્ષ્યોને શિક્ષણ નીતિ અને વ્યવસ્થા દ્વારા જ પૂરૂ કરી શકાય છે. પીએમે કહ્યુ કે શિક્ષણ નીતિમાં સરકારની દખલ ઓછી હોવી જોઈએ.
નવી શિક્ષણ નીતિ પર મોદીએ કહ્યુ કે આ નીતિને તૈયાર કરવામાં લાખો લોકો સાથે વાત કરવામાં આવી, જેમાં વિદ્યાર્થી-શિક્ષક-અભિભાવક તમામ સામેલ હતા. વડાપ્રધાને કહ્યુ કે દરેકને આ નીતિ પોતાની લાગી રહી છે. જે સૂચન લોકો જોવા ઈચ્છતા હતા તે જોઈ રહ્યા છે. હવે દેશમાં નવી શિક્ષણ નીતિને લઈને દેશમાં તેને લાગુ કરવાની રીત પર સંવાદ થઈ રહ્યો છે તે એટલા માટે જરૂરી છે કેમ કે આનાથી 21 મી સદીના ભારતનું નિર્માણ થવાનુ છે.

આ સંમેલન વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી. પીએમે પોતાના ટ્વીટમાં લખ્યુ, 7 સપ્ટેમ્બરે સવારે 10:30 વાગ્યામાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને આને પરિવર્તનકારી પ્રભાવ પર રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલપતિઓની સાથે એક સંમેલનમાં સામેલ રહેશે. આ સંમેલનમાં થનારા ઉદ્ધાર ભારતને જ્ઞાનનું કેન્દ્ર બનાવવા અમારા પ્રયાસોને મજબૂત કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.