Western Times News

Gujarati News

સેવાલીયા પોલીસ સ્ટેશન દ્વારા તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી

 મોહસીન વહોરા, સેવાલીયા  ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકા કક્ષાના વન મહોત્સવની શ્રી સી.પી.પટેલ હાઈસ્કૂલ ખાતે તા:- ૦૮-૦૯-૨૦૨૦ના રોજ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સેવાલીયા પોલીસ સ્ટેશન સ્ટાફ તથા ગળતેશ્વર તાલુકા પત્રકારમિત્રો હાજર રહ્યા હતા.આ વન મહોત્સવ સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ ઉજવવા માં આવ્યો હતો.

ગુજરાતમાં ઘણા પ્રકારના વૃક્ષોની પ્રજાતિઓ આવેલી છે. હાલમાં ભારતમાં વૃક્ષોની અછત છે.વૃક્ષ વગર જીવન અધૂરું છે.મનુષ્યના જીવન માં વૃક્ષોનું ઘણું મહત્વ છે.

વૃક્ષો-વનોથી ગ્લોબલવોર્મિગ ના તારણોપાય અને ક્લાયમેટ ચેન્જના પડકારોને પહોંચી વળવા રાજ્ય સરકારે જનજાગૃતિ જગાવી છે તેની વિશદ્ ભૂમિકા આપી હતી. તેમણે સૌર પવન, પાણી જેવા કુદરતી સંશાધનોનો વિનિયોગ કરીને તથા વૃક્ષાચ્છાદિત વિસ્‍તાર વધારીને પર્યાવરણ જતનની નેમ દર્શાવી હતી.આ સંદર્ભમાં તેમણે કહ્યું કે રાજ્ય સરકાર ની કચેરીઓમાં સૌર ઉર્જાનો ઉપયોગ વ્યાપક બનાવવા ની દિશામાં પણ રાજ્ય સરકાર આગળ વધી રહી છે.

વૃક્ષો પ્રત્યે લોકોને જાગૃત કરવાના હેતુસર વન મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. કાર્યક્રમના શરૂમાં એમ.એસ.અસારી (પી.એસ.આઈ, સેવાલીયા ) દ્વારા વૃક્ષની મહત્વતા વિશે ઉડભોદન કર્યું હતું. અને હાલના સમયમાં વૃક્ષો કેટલા કિંમતી છે.તે વિશે જાણકારી આપી હતી. પર્યાવરણમા વૃક્ષના મહત્વ વિશે જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગળતેશ્વર પત્રકાર મિત્રો કિરણ શાહ, મહેશ વાળદ, રાકેશ મકવાણા, રિજવાન દયાઈ, મોહસીન વહોરા વિગેરે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં લગભગ ૧૫૦-૨૦૦ રોપા રોપવામાં આવ્યા હતા. જેમાં ગુલમહોર, તુલસી, લીમડો, સેતુરી વિગેરે ના રોપા એમ.એસ.અસારી (પી.એસ.આઈ, સેવાલીયા)ના હસ્તે લગાવવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.