Western Times News

Gujarati News

પ્રાંતિજ નગરપાલિકાના ચીફ ઓફિસરની દયાનિતી

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકાના ચીફ ઓફિસર ની દબાણ દયાનિતી સામે આવી છે જેમાં કોર્ટ ના ઓર્ડરનો પણ અનાદાર કર્યો હોય તેમ માત્ર ફોટોગ્રાફિ પુરતુ દબાણ તોડી ઉભું રાખ્યું તો આરસીએમ ના ઓર્ડર ને પણ ચીફ ઓફિસર ગળી ગયાં.

પ્રાંતિજ ખાતે નગરપાલિકા વિસ્તારોમાં છેલ્લા કેટલાય વર્ષોથી રહેણાંક વિસ્તારોમાં મકાન આગળ પાછળ ના દબાણ ને લઈને કોર્ટ મેટર ચાલી રહી હતી, તો કોર્ટ દ્વારા પ્રાંતિજના જબુચોરામાં ત્રણ મકાનો નગરપાલિકાને તાત્કાલિક ધોરણે જે તે દબાણ કર્તાઓના ઘર આગળ કરેલ દબાણો દુર કરી વિડિયો ગ્રાફી ફોટાગાફી રજુ કરવાનો ઓડર કર્યો હતો.  તો પ્રાંતિજ ના બારોટ વાસમાં અન્ય એક મકાન આગળ થયેલ દબાણ ને પણ દુર કરવા માટે આરસીએમ દ્વારા પ્રાંતિજ નગરપાલિકાને સુચના કરી હતી.
પણ પ્રાંતિજ નગર પાલિકાના દયાવાન ચીફ ઓફિસર દ્વારા હાલ તો આરસીએમના ઓર્ડરની પણ એસીકીતૈસી કરી ગળી ગયા છે અને માત્ર ધર આગળ ખાલી ઓસળીના ઓટલા તોડી ફોટો ગ્રાફિ કરી વિડિયો બનાવી કોર્ટની સુચનાનો પણ હાલ તો અનાદાર કર્યો છે

તો નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા હાલતો આટીયાવાસ ખાતે ઓસળીમા આવેલ ખાલી બીમ તોડી લટતુ રાખવામાં આવ્યું છે તો આજુબાજુના રહીશો પણ હાલતો ભય ના માહોલ નીચે જીવી રહ્યા છે કે બીમ વગરનું ધાબુ ક્યારેય પડી શકે તેમ છે અને ગમે તે સમયે મોટી જાનહાની થાય તેમ છે.

ત્યારે હાલતો પ્રાંતિજ નગર પાલિકા ના ચીફ ઓફીસર આકાશ પટેલની મનમાની અને કોર્ટ અને આરસીએમના ઓડરની પણ અવગણના કરતા હોય અને પોતાનુ ધાર્યુ કરતા હોય તેવી ચર્ચાઓએ જોર પકડયું છે. ત્યારે ચીફ ઓફિસર આકાશ પટેલ દ્વારા માત્ર ફોટોગ્રાફિ કરી કોર્ટ ને પણ હાલતો દબાણ દુર કયું હોય તેવી લોલીપોપ આપી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે હવે જોવું એ રહ્યું કે ખરેખર દબાણ દુર થશે કે પછી ચીફ ઓફિસરની દબાણ દુર કરવાની લોલીપોપ લોલીપોપ જ રહશે એ તો હવે જોવું રહ્યું .  સંજય રાવલ પ્રાંતિજ .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.