કંપનીમાંથી પત્નીના ડિલિવરીના ૬૫ હજાર આવ્યા તે પતિ ચાંઉ કરી ગયો
અમદાવાદ: શહેરના એક પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ આક્ષેપ કર્યો છે કે તેનો પતિ રૂપિયાનો ભુખ્યો અને લાલચુ છે આ પરિણીતા ગર્ભવતી થયા બાદ તેની ડિલીવરી થઇ હતી જેના ૬૮ હજાર તેના ભાઇએ ચુકવ્યા હતાં બાદમાં જે કંપનીમાં તેનો પતિ નોકરી કરતો હતો ત્યાં કલેઇમ કરી તે પરત આપી દેવાનું જણાવી ૬૫ હજાર ચાઉ કરી હયો સમગ્ર બાબતોથી કંટાળી અને સાસરિયાઓનું વારંવાર દહેજ માંગવું અને મારને કારણે મહિલાએ કંટાળીને આખરે પોલીસ ફરિયાદ કરતા હવે પોલીસે તપાસ શરૂ કરી છે.
હાલ નવા વાડજમાં રહેતી ૩૦ વર્ષીય યુવતીના ન્યુ રાણીપ ખાતે એક યુવક સાથે વર્ષ ૨૦૧૭માં લગ્ન થયા હતાં આ પરિણીતા વસ્ત્રાપુર ખાતે એક સહકારી બેંકમાં નોકરી કરતી હતી લગ્ન બાદ જ સાસુ સસરા સહિત પતિએ પણ ત્રાસ આપી દહેજ માંગવાનું શષરૂ કરી દીધુ હતું આટલું જ નહીં લગ્નના બે ત્રણ માસમાં જ આ યુવતીને પિયરમાંથી વધુ ૫૦ હજાર દહેજ લાવી આપવું પડયુ હતું શરૂઆતથી જ પરિણીતા પાસે નોકરી કરાવી તેના પગારમાંથી ખર્ચ કરાવવાની દાનત સાસરિયાઓની હતી
જેથી બોપલ ખાતે એક ફલેટ પણ લીધો હતો જેનું ડાઉન પેમેન્ટ પાંચ લાખ આ પરિણીતાએ તચેના પિયરમાંથી મંગાવી આપ્યા હતાં આટલું જ નહીં બાદમાં લોનના હપ્તા પણ પરિણીતાને ભરવા સાસરિયાઓ દબાણ કરતા હતાં બાદમાં આ પરિણીતા ગર્ભવતી થઇ તેમ છતાં લોનના હપ્તા ભરવા તેની નોકરી ચાલુ રખાવી અને કંઇ પણ બોલે તો તેને માર મારતા હતાં.
આટલું જ નહીં પણ આ મહિલાએ પુત્રીને જન્મ આપતાં તેની સિઝરીયન ડિલિવરીનો ખર્ચર્ તેના ભાઇએ આપ્યો હતો બાદમાં મહિલાનો પતિ જણાવતો હતો કે તમામ ડોકયુમેન્ટ આપીને તે નોકરી કરે છે તે કંપનીમાંથી કલેઇમ કરી ૬૮ હજાર તેના સાળાને ચુકવી દેશે જાે કે કંપનીમાંથી આ ૬૮ હજાર મેળવ્યા તો પણ ચુકવ્યા ન હતાં જેથી કંટાળીને આખરે આ મહિલાએ ફરિયાદ આપતા વાડજ પોલીસે આ મામલા તપાસ શરૂ કરી છે.