Western Times News

Gujarati News

યુજીવીસીએલે પીટીસી એક્સેલન્સ એવોર્ડ જીત્યો

તા. ૧૫-જૂલાઇ-૨૦૧૯ના રોજ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ કંપનીએ ‘બેસ્ટ ડિસ્કોમ્સ’ કેટેગરીમાં ‘પીટીસી એક્સેલેન્સ એવોર્ડ’ જીત્યો.

પીટીસી ઇન્ડિયા દ્વારાહોટેલ અશોકા, નવી દિલ્હી ખાતે યોજાયેલા ૨૦મા વાર્ષિક દિન કાર્યક્રમમાં યુજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર શ્રી મહેશ સિંહ, આઇએફએસ અને મુખ્યઈજનેર(ઓપરેશન) શ્રી જે.એલ. ભટ્ટે કંપની વતી આ પ્રતિષ્ઠિત એવોર્ડ સ્વીકાર્યો હતો. ભારત સરકારના ઊર્જા મંત્રાલયના માનનીય મંત્રીશ્રી (ઇન્ચાર્જ), [ઊર્જા અને નવીન તથા પુનઃપ્રાપ્ય ઊર્જા]શ્રી આર.કે. સિંહના વરદ હસ્તે આએવોર્ડ અપાયો હતો.ભારત સરકારના ઊર્જા મંત્રાલયના સચિવ શ્રી આનંદ કુમાર ભલ્લા, આઇ.એ.એસ.આસમારંભના અતિથિ વિશેષ હતા.

વર્ષ૨૦૧૧થી પાવરફાઇનાન્સ કોર્પોરેશન દ્વારા દેશની વીજવિતરણ કંપનીઓના કોમ્પ્રીહેન્સિવ ઇન્ટીગ્રેટેડ ડિસ્કોમ રેટિંગ્સ પ્રકાશિત થાયછે, જેમાં અગાઉના છવર્ષના એમ.આઈ.એસ. અંતર્ગત છેલ્લા ચાર વર્ષમાં ઉત્તર ગુજરાત વીજ કંપની પ્રથમ રહેલ હતી, જેના કારણે પી.ટી.સી. ઇન્ડિયાની નામાંકિત જ્યુરીના સભ્યોએ આપણી યુજીવીસીએલ કંપનીના ઉત્કૃષ્ટપ્રદર્શન માટે “બેસ્ટડિસ્કોમ” ની કેટેગરીમાં એવોર્ડ આપ્યો હતો.

પેરામીટર્સમાં સામે છે :

  • એટી&સીલોસ૧૦%થીઓછોપ્રતિવર્ષ
  • કેશકલેક્શનએફીસીયંસી
  • કોસ્ટરિફ્લેક્ટિવટેરિફ
  • ARR માટેનીGERC સમક્ષયોગ્યપિટિશન્સ
  • એક્યુરેટમીટરિંગડેટાતથાએનર્જીઓડિટ
  • કેપિટલસ્ટ્રક્ચર, ઇકવીટી, કેશસપોર્ટ, લોન, ફાઇનૅન્શિયલસસ્ટેનિબીલીટી
  • યોગ્યકોસ્ટરિકવરકરતુ FPPPC એડજસ્ટમેન્ટ
  • પ્રોગ્રેસિવઆઉટલૂક

પીટીસી ઇન્ડિયાની રચના એપ્રિલ ૧૯૯૯માં થઈ હતી. ખાનગી પાવર પ્રોજેક્ટ ડેવલપર્સને ક્રેડિટ રિસ્ક મિટિગેશન પૂરું પાડી શકે તેવી એક સંસ્થાની જરૂરિયાતને પગલે પીટીસી ઇન્ડિયા લિમિટેડની સ્થાપના થઈ હતી. એક તબક્કે, જ્યારે કોઈ ખાનગી કંપની આ ક્ષેત્રમાં પ્રવેશવા તૈયાર નહોતી ત્યારે સરકારે આ કંપનીની રચનાની પહેલ કરી હતી

પીટીસી,જે સી.ઇ.આર.સી. તરફથી કેટેગરી વન લાઇસન્સ ધરાવે છે,તેએક સફળ જાહેર-ખાનગી ભાગીદારીનું અનોખું ઉદાહરણ છે, જેમાં તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં વૈવિધ્યપૂર્ણ પ્રતિનિધિત્વને કારણે તેની પારદર્શી વહીવટી પ્રક્રિયાઓની દિશા અને ગતિ નક્કી થાય છે.

જ્યૂરીમાં સામેલ મહાનુભાવો –શ્રીમતી સુષ્મા નાથ, આઇએએસ (ભૂતપૂર્વ ખર્ચ સચિવશ્રી, ભારત સરકાર)
શ્રી પી. ઉમાશંકર, આઇએએસ (ભૂતપૂર્વ ઊર્જા સચિવશ્રી, ભારત સરકાર)
શ્રી રાકેશ નાથ (ભૂતપૂર્વ ચેરમેનશ્રી, સીઇએ)
શ્રી એસ. કે. ચતુર્વેદી (ભૂતપૂર્વ સીએમડી, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.