Western Times News

Gujarati News

જોધપુર એરફોર્સ સ્ટેશન ખાતે કારગીલ વિજય દિવસની ઉજવણી

અમદાવાદ, કારગીલ વિજય દિવસની 20મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે જોધપુર એરફોર્સ બેઝ ખાતે ઇન્ડિયન એરફોર્સના સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ દ્વારા સંખ્યાબંધ પ્રવૃત્તિઓનું આયોજન કરીને આ મહત્વપૂર્ણ ઘટનાની ઉજવવામાં આવી રહી છે. આ દિવસ દેશ માટે ગૌરવપૂર્ણ છે અને શહીદોની સ્મૃતિનો દિવસ છે, તેમની શહાદતના કારણે દેશ આનંદમાં રહે છે અને દેશ માટે કંઇક કરવાના નિર્ધાર વધુ મજબૂત કરે છે. ઇન્ડિયન એરફોર્સ આખરે તો, તેમના દેશવાસીઓ પાસેથી જ મળતા અપાર સમર્થનના કારણે વધુ મજબૂત બને છે અને પ્રેરણા હાંસલ કરે છે.

આ ઉજવણીઓનો મુખ્ય હેતુ દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના જગાડવાનો હોય છે જેમાં ખાસ કરીને યુવા વર્ગમાં રાષ્ટ્રભાવના જાગે અને તેઓ બહાદુર યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરે તેવો હેતુ હોય છે. એક અઠવાડિયા સુધી ચાલનારા આ કાર્યક્રમમાં મહત્તમ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને ઉજવણી માટે નીચે દર્શાવેલી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે:-

કારગીલમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ કરવા માટે 23 જુલાઇના રોજ યુદ્ધ સ્મારક ખાતે પુષ્પમાળા અર્પણ.
શહીદ થયેલા જવાનોના સન્માનમાં હવાઇ સલામી આપવા માટે સુ30 ફાઇટર એરક્રાફ્ટ અને ALH હેલિકોપ્ટર દ્વારા ‘મિસિંગ મેન’ એરો હેડ રચના કરવા માટે ફ્લાયપાસ્ટ.


એરક્રાફ્ટ સાથેની હથિયાર પ્રણાલીઓનું સ્થિર પ્રદર્શન અને ફ્લાઇંગ પ્રદર્શન.
કારગીલ દિવસના વિષય પર શાળાઓ વચ્ચે ચિત્રકામ અને વક્તૃત્વ સ્પર્ધા.
કારગીલ ઓપરેશનો વખતે ઇન્ડિયન એરફોર્સના યોગદાનની ઝાંખી કરાવવા માટે ફિલ્મો/તસવીર ગેલેરીનું પ્રદર્શન.
કારગીલ યુદ્ધના વિશેષ સંદર્ભ સાથે શાળાઓ અને કોલેજમાં પ્રેરણાત્મક વક્તવ્યો.
ઊર્જાથી ચાલતા હેંગ ગ્લાઇડર અને પેરામોટર પર શાળાના બાળકો માટે સાહસપૂર્ણ પ્રવૃત્તિઓ.
“તમારા ઇન્ડિયન એરફોર્સને જાણો” અભિયાનના ભાગરૂપે શાળાના બાળકો દ્વારા એરબેઝની મુલાકાત.

આ પ્રયાસો કરવાનો ઉદ્દેશ ખાસ કરીને દેશની સુરક્ષા અને દેશના નિર્માણમાં સશસ્ત્ર દળોના યોગદાન વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે તેમના સુધી પહોંચવાનો છે. સશસ્ત્ર દળોના જવાનોએ આપેલા સર્વોપરી બલિદાનની યાદ અપાવવા માટે કારગીલ યુદ્ધની વાતો લોકોને કહેવામાં આવશે. સંપૂર્ણ કાર્યક્રમનો હેતુ, લોકોમાં ઇન્ડિયન એરફોર્સ અંગે આત્મવિશ્વાસનો પુનઃઉત્સાહ જાગે અને યુવાનોને ખૂબ જ મોટાપાયે સશસ્ત્ર દળોમાં જોડાવા માટે પ્રેરિત કરવા નવપ્રેરણાનો સંચાર કરવાનો છે.

આપણે આપણા શહીદોને તેમની શહાદત યાદ કરીને અને આપણામાં તેમના પ્રત્યે ગૌરવ અને આદર જગાડીને ‘યાદ’ કરીએ છીએ, આપણે કારગીરમાં મળેલા વિજયની ઉજવણી કરીને ‘આનંદિત’ થઇએ છીએ અને આપણે તિરંગાનું સન્માન જળવાઇ રહે તે માટેના આપણા નિર્ધારનું ‘નવીનીકરણ’ કરીએ છીએ.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.