Western Times News

Gujarati News

સેનાઓની વાપસી ટોપ પ્રાયોરિટી,વિશ્વાસ બહાલી માટે ઉપાય કરાશે: ભારત ચીન

નવીદિલ્હી, સીમા પર તનાવ ઓછો કરવાને લઇ મોસ્કોમાં ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર અને ચીની સમકક્ષ વાંગ યી વચ્ચે લગભગ અઢી કલાક સુધી દ્વિપક્ષીય વાર્તા થઇ ભારત અને ચીનના વિદેશ મંત્રીઓની બેઠક બાદ જારી સંયુકત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એલએસી પર શાંતિ બનાવી રાખવા માટે વિશ્વાસ બહાલી ના ઉપાયો એટલે કે કોન્ફિડેસી બિલ્ડીંગ મેજર્સ(સીબીએમ) પર કામ કરવુ પડશે આ સાથે જ એ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે બંન્ને દેશોની પ્રાથમિકતા પોત પોતાની સેનાઓને પાછળ કરવાની હશે.આ એક તરફથી સંકેત છે કે ભારત અને ચીનની વચ્ચે વર્તમાન દ્વિપક્ષીય સમજૂતિ સીમા પર બંન્ને દેશોની સેનાઓ વચ્ચે વિશ્વાસની તિરાડને ઓછી કરવામાં નિષ્ફળ રહ્યાં છે.

૧૧ સપ્ટેમ્બરે જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંન્ને વિદેશ મંત્રીઓએ એ વાત પર સહમતિ બનાવી છે કે જેવી સ્થિતિ સરળ થશે બંન્ને પક્ષો સીમા વિસ્તારમાં શાંતિ અને શાંતિ બનાવી રાખવા અને વધારવા માટે નવા પરસ્પર વિશ્વાસ નિર્માણ ના ઉપાયોને પુરા કરવામાં તેજી લાવશે એ યાદ રહે કે મોસ્કોમાં શંધાઇ સહયોગ સંગઠનનની બહાર એકર બેઠકમાં આ મુલાકાત થઇ. ગત ચાર મહીનાથી પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર જારી ગંભીર તનાવનો અર્થ એ છે કે બંન્ને દેશો વચ્ચે લગભગ અડધો ડઝન સીમા સમજૂતિ અને ડઝનો દૌરની વાર્તા નિષ્ફળ રહી છે આજ કારણ છે કે ૧૫ જુનની રાતે ગલવાન ઘાટીમાં ખુની સંધર્ષ થયોે જેમાં ભારતના ૨૦ સૈનિકો શહીદ થયા અને ચીનને પણ મોટું નુકસાન થયટું આ ઘટના બાદ બંન્ને દેશો વચ્ચે પરસ્પર વિશ્વાસમાં કમી આવી છે.

અત્યાર સુધી ભારત અને ચીન વચ્ચે સીમા પર શાંતિ કાયમ રાખવા માટે અનેક સમજૂતિ થઇ છે ૧૯૯૩માં એલએસી પર શાંતિ અને સ્થિરતા કાયમ રાખવામાટે સમજૂતિ થઇ હતી ૧૯૯૩ની સમજૂતિમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જાે બંન્ને પક્ષોના સૈનિક એલએસીને પાર કરે છે તો બીજી તરફથી ચેતવણી આપ્યા બાદ તે તાકિદે પોતાના વિસ્તારમાં ચાલ્યા જશે ત્યારબાદ ફરીથી ૧૯૯૬માં ભારત અને ચીનની વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખાથી લાગેલ સીમા પર સૈન્ય ક્ષેત્રમાં આત્મવિશ્વાસ નિર્માણના ઉપાયોગને લઇ સમજૂતિ થઇ હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.