Western Times News

Latest News from Gujarat

હું કોઈની સાથે રિલેશનશિપમાં છું : વિદ્યુત જામવાલનો દાવો

મુંબઈ: છેલ્લા લાંબા સમયથી બોલિવૂડના સર્વશ્રેષ્ઠ એક્શન હિરોમાંથી એક વિદ્યુત જામવાલના રિલેશનશિપને લઈને અટકળો કરવામાં આવી રહી છે. હવે આખરે તેણે આ મુદ્દે વાત કરી છે અને સ્વીકાર્યું છે કે તે રિલેશનશિપમાં છે. જોકે, તે હજી સુધી ખુલાસો કર્યો નથી કે તે કઈ યુવતી સાથે રિલેશનશિપમાં છે.

બોલિવૂડ લાઇફના અહેવાલ મુજબ વિદ્યુત જામવાલે ઈન્ટરનેશનલ એક્શન આઈકન માઈકલ જાઈ વ્હાઇટ સાથેના ચેટ શોમાં કહ્યું હતું કે તેણે એક યુવતી સાથે હમણાં જ હરવા ફરવાની શરૂઆત કરી છે. તેણે એમ પણ જણાવ્યું કે આ પહેલીવાર છે જ્યારે તે કોઈને પણ તેના રિલેશનશિપ વિશે જણાવી રહ્યો છે. વિદ્યુતે એમ પણ કહ્યું હતું કે તે ખરેખર આ યુવતીને પસંદ કરે છે. સામાન્ય રીતે વિદ્યુત જામવાલના રિલેશનશિપ વિશે ઘણી ચર્ચા થાય છે.

ભૂતકાળમાં પણ તેનું નામ અનેક યુવતીઓ સાથે જોડાયું હતું. આ અભિનેત્રીઓમાં એક નામ અદા શર્મા પણ છે. જો કે, અદા અને વિદ્યુતે ક્યારેય સ્વીકાર્યું નથી કે તેઓ રિલેશનશિપમાં છે. વિદ્યુત જામવાલ છેલ્લે ફિલ્મ ‘ખુદા હાફિઝ’ માં જોવા મળ્યો હતો, જેમાં તેના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.