Western Times News

Gujarati News

મુંબઇમાં નિવૃત નેવી અધિકારીની પિટાઇ કરનાર શિવસેના નેતાને જામીન

મુંબઇ, મુંબઇમાં નૌસેનાના પૂર્વ અધિકારીની પિટાઇ કરનાર શિવસેના નેતા કમલેશ કદમ અને પાંચ અન્ય આરોપીઓને જામીન મળ્યા છે. સમતાનગર પોલીસ સ્ટેશનથી તમામને જામીન મળ્યા છે. મુંબઇ પોલીસે નૌસેનાના પૂર્વ અધિકારી પર થયેલ હુમલાના સંબંધમાં તેમની ધરપકડ કરવામાં આવીહતી. શિવસેનાના કાર્યકર્તાઓનો આરોપ છે કે નેવીથી નિવૃત ૬૫ વર્ષીય અધિકારીએ સોશલ મીડિયા પર મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેને લઇ એક કાર્ટુન ફોરવર્ડ કર્યું હતું. મુંબઇના સમતાનગર પોલીસ સ્ટેશનમાં કમલેશ કદમ અને તેમના ૮-૧૦ સાથીઓની વિરૂધ્ધ નૌસેનાના પૂર્વ અધિકારીની પિટાઇ કરવાના આરોપમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે કદમ સહિત અત્યાર સુધી છ લોકોની ધરપકડ કરી આ દરમિયાન ટિ્‌વટર પર આ ઘટનાની વિડિયો પણ સામે આવી છે જેમાં કહેવાતા શિવસેનાના કાર્યકર્તાઓ વૃધ્ધ રિટાયર્ડ અધિકારીની પિટાઇ કરતા જાેવા મળી રહ્યાં છે આ વીડિયોને કાંદિવસી ઇસ્ટથી ધારાસભ્ય અતુલ ભટખાલકરે શેર કરી છે.

હકીકતમાં પૂર્વ નેવી ઓફિસરનું નામ મદન શર્મા છે અને તેમના પર આઐરોપ છે કે તેમણે એક કાર્ટૂનને વ્હાટ્‌સએપ પર ફોરવર્ડ કરી દીધો હતો પૂર્વ નેતી અધિકારીએ કહ્યું કે એક મેસેજ જેને મેં ફોરવર્ડ કર્યો હતો ત્યારબાદ મારી પાસે ધમકીઓ ભરેલ કોલ્સ આવી રહ્યા હતાં આજે લગભગ ૮-૧૦ લોકોએ મારા પર હુમલો કર્યો અને વૃધ્ધની રીતે રીતે પિટાઇ કરી મેં સમગ્ર જીવન રાષ્ટ્ર માટે કામ કર્યું છે આવી સરકાર હોવી જાેઇએ નહીં.

પૂર્વ નેવી ઓફિસરની પુત્ર ડો શીલા શર્માએ કહ્યું કે તેમની પાસે મેસેજ ફોરવર્ડ કર્યા બાદ ધમકી ભર્યા કોલ્સ આવેલ શિવસેનાના અનેક કાર્યકર્તાઓએ તેમની સખ્ત પિટાઇ કરી ત્યારબાદ પોલીસ અમારા ધરે આવી અને અમારા પિતાને પોતાની સાથે લઇ ગઇ અમે એક એફઆઇઆર દાખલ કરાવી છે. પૂર્વ નેવી ઓફિસ પર હુમલાને લઇને ભાજપ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે ઉદ્વલ ઠાકરે સરકાર પર ટ્‌વીટ કરી હુમલો કર્યો ફડનવીસે કહ્યું કે ખુદ દુખદ અને અંચિભિત કરનારી ઘટના નિવૃત નેવી અધિકારીની ફકત એટલા માટે પિટાઇ કરવામાં આવી કારણ કે વ્હાટ્‌સએપ પર ફોરવર્ડ કર્યું હતું મહેરબાની કરીને રોકો ઉદ્વવ જી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.