Western Times News

Gujarati News

ચીનના વિશ્વવ્યાપી જાસૂસી કાંડનો પર્દાફાશ

ભારત સહિત અનેક દેશોના રાજકીય નેતાઓ, ઉદ્યોગપતિઓના ડેટા મેળવ્યા

નવી દિલ્હી: વિશ્વભરમાં વિસ્તારવાદી નીતિના કારણે તથા કોરોના વાયરસને ફેલાવવામાં મુખ્ય જવાબદાર ચીનની સામે અનેક દેશો ખુલીને બહાર આવી ગયા છે ભારતે ચીનની ટીકટોક સહિત અનેક સોશિયલ સાઈટો ઉપર પ્રતિબંધ મૂકયા બાદ અનેક દેશો હરકતમાં આવી ગયા છે અને તપાસ કરતા ચીનના વિશ્વવ્યાપી જાસૂસીકાંડનો પર્દાફાશ થયો છે ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, બ્રિટન, મલેશિયા સહિત આઠથી વધુ દેશોના અઢી લાખથી વધુ નામાંકિત વ્યક્તિઓની સંપૂર્ણ વિગતો ચીને મેળવી લીધી છે. ચીનના આ જાસૂસીકાંડથી વિશ્વભરમાં ખળભાળટ મચી ગયો છે અને અનેક દેશો ચીનની એપ્લિકેશનો ઉપર પ્રતિબંધ મૂકવા સક્રિયપણે વિચારી રહયા છે. ભારતમાંથી પકડાયેલા ચીનના એક યુવકની ધરપકડ બાદ એક પછી એક વિગતો બહાર આવી રહી છે.

વિશ્વભરમાં હાલ કોરોના મહામારીના કારણે સ્થાનિક સરકારી ચિંતિત બનેલી છે ચીનમાંથી ફેલાયેલા કોરોના વાયરસે વિશ્વના મોટાભાગના દેશોમાં આતંક ફેલાવ્યો છે ખાસ કરીને અમેરીકા, ભારત સહિતના દેશોમાં સંખ્યાબંધ લોકો કોરોનામાં સપડાયા છે

આ પરિસ્થિતિમાં ચીન વિશ્વભરના દેશોનું ધ્યાન બીજી તરફ વાળવા ભારત સાથે સરહદ પર તંગદીલી સર્જી રહયુ છે. ચીનની આ કુટનીતિ સામે ભારતે પ્રતિકાર કરવાનો શરૂ કર્યો છે. સરહદ પર ભારતીય સૈનિકો ચીનની સેનાને જડબાતોડ જવાબ આપી રહયા છે આ ઉપરાંત ચીનને આર્થિક રીતે નુકસાન પહોંચાડવા માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે.

જેમાં સૌ પ્રથમ ચીનથી આયાત વસ્તુઓ ઉપર ડયુટી વધારવા ઉપરાંત મોટાભાગની વસ્તુઓ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે આ દરમિયાનમાં ચીન ચારેબાજુથી ઘેરાતા વિશ્વભરમાં તેણે જાસૂસી માટેનું એક વ્યવસ્થિત નેટવર્ક સ્થાપી નામાંકિત વ્યક્તિઓની માહિતી મેળવવા માટે ખાસ એપ્લિકેશનો બનાવી હતી ચીનની ખાનગી કંપનીઓને જાસૂસી માટે દબાણ કરવામાં આવ્યુ હતું ચીને શરૂ કરેલી જાસૂસી દરમિયાન જ ભારતમાંથી જ ચીનના એક યુવકને શંકાના આધારે ઝડપી લેવામાં આવ્યા બાદ પુછપરછ કરવામાં આવતા એક પછી એક ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે.


ચીનની કંપનીઓએ બનાવેલી એપ્લીકેશનો મારફતે દરેક ફોનમાંથી તમામ ડેટા મેળવી લેવામાં આવે છે જેના પગલે સરકાર વધુ સતર્ક બની હતી ભારતે ચીન સાથેના ઘર્ષણ બાદ ચીનની મોટાભાગની એપ્લીકેશનો પર પ્રતિબંધ લાદી દીધો છે અને તેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યુ છે કે આ એપ્લીકેશનો ભારતની સુરક્ષા માટે ખતરો સાબિત થઈ શકે છે ચીનના આ જાસૂસીકાંડમાં અનેક દેશોની સરકાર સતર્ક બની ગઈ છે અને તપાસ શરૂ કરતા ખૂબજ ગંભીર બાબતો બહાર આવવા લાગી છે વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકામાં ડોનાલ્ડ ટ્રંપ, ઓબામા, સહિત કુલ પર,૦૦૦ આગેવાનોના સંપૂર્ણ ડેટા ચીને મેળવ્યા છે

આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા-૩૮,૦૦૦, ભારત-૧૦,૦૦૦, બ્રિટેન-૯૭૦૦, કેનેડા-પ૦૦૦ ઈન્ડોનેશિયા- ર૧૦૦ તથા મલેશિયા ૧૪૦૦નો સમાવેશ થાય છે. આખા વિશ્વના આઠ જેટલા દેશોના લગભગ ર.પ૦ લાખ લોકોનો સમાવેશ થાય છે. ભારતમાં ચીનની બે કંપનીઓએ જાસૂસીનું કામ કર્યુ છે

જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ, સી.જે.આઈ જસ્ટીસશ્રી બોબડે, કોંગ્રેસના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી, સાંસદો, ધારાસભ્યો, વર્તમાન મુખ્યમંત્રીઓ, પૂર્વ મુખ્યમંત્રીઓ- સાંસદો, ફિલ્મ કલાકારો, ઉદ્યોગપતિઓ, પત્રકારો સહિતના મોટા માથાઓનો સમાવેશ થાય છે ચીન તરફથી મોટાપાયા પર જાસૂસી થવાના અહેવાલો એક માધ્યમમાં આવ્યા પછી ખળભળાટ મચી જવા પામ્યો છે ચીને પ-જી ના માધ્યમથી લગભગ ૯૦ ટકા લોકોની જાણકારી મેળવી છે. આ ઉપરાંત ચીનના છાત્રો તથા પત્રકારો બનીને બીજા દેશમાં જાસૂસી કરતા હોવાની વાત બહાર આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.