Western Times News

Gujarati News

ફરસાણના ભાવોમાં ૧પ થી ર૦ ટકાનો વધારો છતાં ભીડભાડ

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોનાકાળ દરમ્યાન લોકડાઉન તથા અનલોકની પરિસ્થિતિમાં મોટાભાગના લોકોએ બહારનું ખાવાનુ ટાળ્યુ હતુ. પરંતુ છેલ્લે અનલોક-૪ માં તો નાગરીકો બધુ ભૂલીને હવે ખાવાલાગ્યા છે. જાેકે તેમાં હજુ સુધી ૩૦ થી ૪૦ ટકા લોકોનો સમાવેશ થાય છે. ખાસ તો અમદાવાદીઓની ઓલટાઇમ ફેવરીટ બે વસ્તુઓ છે એક તો ચા અને બીજ ફરસાણ.ફરસાણમાં ફાફડા, ગોટા, ભજીયા, ખમણ, સેવખમણી, બટાકાવડાનો સમાવેશ થાય છે.
લોકડાઉન પછી અનલોક-૪ માં ફરસાણના ભાવ વધી ગયાછે.
ફરસાણમાં લગભગ ૧પ થી ર૦ ટકાનો ભાવવધારો થઈ ગયો છે લગભગ તમામ ચીજવસ્તુઓના ભાવ વધતા લોકોનેે મોંઘુ પડી રહ્યુ છે.

તેમ છતાં લોકો ફરસાણ ઝાપટી રહ્યા છે. શ્રાધ્ધ પક્ષમાં ફરસાણની ડીમાન્ડ વિશેષ રહી હતી. વળી, રવિવારે અક ચોક્કસ વર્ગ એવો છે કે જે પોતાની ફરસાણની ચોક્કસ દુકાને જઈને એક ડીશ નાસ્તો કરે છે. લાંબા સમય પછીથી ધરાક આવતો હોવાથી દુકાનદાર તેને એક ડીશમાં અલગ અલગ ચીજવસ્તુઓ આપે છે. જેમાં એકાદ-બે ગોટા, થોડા ફાફડા, એવુ બધુ હોય છે. આવો એક મોટો વર્ગ છે. જે દર રવિવારે રેગ્યુલર નાસ્તો કરવા આવે છે.

કોરોનાને કારણે ફરસાણની દુકાનો બંધ હતી. ત્યારપછી દુકાનો ખુલતા શરૂઆતમાં કોરોનાના ડરને કારણે લોકો આવતા નહોતા. પરંતુ હવે અનલોક-૪માં તો ફરસાણની દુકાનો પર ભારે ભીડ જામવા લાગી છે. જાે કે આ વખતે ખિસ્સા પર બોજ વધ્યો છે. ફરસાણના ભાવમાં ખાસ્સો એવો વધારો થયો છે. જેનો બોજાે છવટે તો જનતાના માથે જ આવ્યો છે. ભાવ વધારા પાછળ જુદા જુંદા કારણો અપાયછે. પરંતુ અમદાવાદી ઓ ફરસાણ માટે રૂપિયા ખર્ચતા અચકાતા નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.