Western Times News

Gujarati News

અભિનેતા ફ્રેડી દારૂવાલા ફરીવાર પિતા બની ગયો

મુંબઈ: બોલિવુડ એક્ટર ફ્રેડી દારૂવાલા અને પત્ની ક્રિસ્ટલ વરિયાવાના ઘરે બીજા દીકરાનો જન્મ થયો હતો. એક્ટર પહેલાથી જ ઈવાનનો પિતા છે, જે હાલ દોઢ વર્ષનો છે. ફ્રેડીએ જણાવ્યું હતું કે, ઈવાનની જેમ આ વખતે પણ બીજા મહિને અમે પ્રેગ્નેન્સીની જાણ થઈ હતી. ફેબ્રુઆરીમાં મારી પત્ની પ્રેગ્નેન્ટ હોવાની જાણ થઈ અને માર્ચમાં તો રાષ્ટ્રવ્યાપી લોકડાઉન જાહેર થઈ ગયું. ઈવાનના જન્મ બાદ અમારે ત્યાં દીકરી આવે તેમ હું ઈચ્છતો હતો.

મેં ઘણીવાર પિતા-પુત્રીના બોન્ડિંગ વિશે સાંભળ્યું છે તેથી હું તેનો અનુભવ કરવા માગતો હતો. પરંતુ જ્યારે મેં મારા બાળકને ખોળામાં લીધુ ત્યારે મને ફરક નહોતો પડ્યો કે તે દીકરો છે કે દીકરી. અમે બીજા બાળક માટે પ્લાનિંગ નહોતું કર્યું, પરંતુ મારા અને મારા પરિવાર માટે ૨૦૨૦માં મળેલા આ સૌથી બેસ્ટ ન્યૂઝ છે. મારા દીકરાએ પરિવાર પૂરો કર્યો છે. બીજી વખત પિતા બનવા અંગેના અનુભવ વિશે પૂછતાં એક્ટરે જણાવ્યું કે, પિતા બનવું તે સુખદ અનુભવ છે. મને લાગે છે કે હું અને મારી પત્ની પહેલા કરતાં વધારે સમજદાર બની ગયા છે. હું હજુ પણ મારા પહેલા બાળકના ડાયપર બદલું છું.

હવે ઈવાનને પણ સાથે રમવા માટે કોઈ મળી ગયું છે. તેઓ સાથે મોટા થશે અને આ સુંદર લાગણી છે. થોડા સમય પહેલા, એક્ટર અને તેનો પરિવાર સારી હેલ્થકેર ફેસિલિટી માટે સુરત શિફ્ટ થયો હતો. ‘મે મહિનામાં મારા પિતાનો કોવિડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ અમે ઈવાન તેમજ ક્રિસ્ટલ સહિત પરિવારના દરેક સભ્યોને લઈને ચિંતિત હતા. ક્રિસ્ટલ પાછી પ્રેગ્નેન્ટ હતી. તેથી અમે જુલાઈના અંતમાં સુરત આવ્યા, અમને બાકી બધુ છોડીને સારી મેડિકલ ફેસિલિટી અને હાઉસહેલ્પની જરૂર હતી. મારા પરિવારને અહીંયા મજા આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.