Western Times News

Gujarati News

પેંગોંગ લેકમાં પેટ્રોલિંગ માટે ચીને આધુનિક બોટ તૈનાત કરી

જુલાઈમાં સેટેલાઈટ ફોટોમાં બોટ્‌સનો ખુલાસો થયો હતો

લેહ, લદ્દાખના પેંગોંગ સરોવરની આસપાસના વિસ્તારમાં ભારત અને ચીનની સેના વચ્ચે ટકરાવ ચાલી રહ્યો છે ત્યારે પેંગોંગ લેકમાં પેટ્રોલિંગ માટે ચીને હવે પોતાની સૌથી અત્યાધુનિક બોટ્‌સ તૈનાત કરી હોવાના ખબર છે. પેંગોંગ લેકનો એક હિસ્સો ચીન અને અન્ય એક હિસ્સો ભારતના કબ્જામાં છે. ચીનની જેમ ભારતના સૈનિકો પણ લેકમાં બોટ થકી પેટ્રોલિંગ કરતા હોય છે. જોકે ભારત સાથેના તનાવ વચ્ચે ચીને હવે પોતાની સૌથી અત્યાધુનિક ટાઈપ-૯૨૮ પ્રકારની ૧૮ બોટ તૈનાત કરી છે. હાઈસ્પીડ બોટમાં નજીક અને મધ્યમ અંતરે નિશાન સાધી શકતા હથિયારો પણ તૈનાત કરાયા છે. જુલાઈમાં સેટેલાઈટ ઈમેજીસમાં આ બોટ્‌સનો ખુલાસો થયો હતો.ચીને પોતાના કબ્જાવાળા લેકના કિનારે મોટા પાયે સુવિધાઓ પણ ઉભી કરી છે.બોટસ માટે ડોકયાર્ડ, રિપેરિંગ ડેપો અને રડાર સ્ટેશન પણ બનાવાયા છે.

એક રિપોર્ટ પ્રમાણે આ બોટસના કારણે ચીની સેનાની તાકાતમાં વધારો થયો છે.ચીનમાં જ બનેલી આ બોટ્‌સ બનાવનાર કંપની પહેલા પણ ચીની નૌ સેના માટે જહાજો બનાવી ચુકી છે.બોટ ૪૫ ફૂટ લાંબી છે અને તેમાં ૨૯૫ હોર્સ પાવરની ત્રણ મોટર લગાવાઈ છે.જે મહત્તમ ૩૯.૮ દરિયાઈ માઈલની ઝડપે ચાલી શકે છે.દરેક બોટમાં ૧૧ સૈનિક તૈનાત હોય છે.જેમાં હેવી મશિનગન અને બીજા રોકેટસ પણ ઉમેરવામાં આવ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.