Western Times News

Gujarati News

શહેરમાં કોરોના એક્ટીવ કેસની સંખ્યામાં વધારો

(પ્રતિનિધિ)અમદાવાદ,સ્માર્ટસીટી અમદાવાદમાં કોરોનાના પોઝીટીવ અને એક્ટીવ કેસની સંખ્યામાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે. જુલાઈ અને ઓગસ્ટ મહિના દરમ્યાન વાયરસના વ્યાપ પર સામાન્ય નિયંત્રણ આવ્યું હતું. જ્યારે સપ્ટેમ્બર મહિનાથી કોરોના કહેર વધી રહ્યો છે. ચિંતાજનક બાબત એ છે કે કેસ વધવાની સાથે સાજા થઈ રહેલા દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો જાેવા મળ્યો છે. જે છેલ્લા ત્રણ-ચાર દિવસથી ડીસ્ચાર્જ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.
અમદાવાદમાં કોરોના ટેસ્ટની સંખ્યામાં વધારો થવાની સાથે પોઝીટીવ કેસ વધી રહ્યા છે. જાે કે, તંત્ર દ્વારા આ બાબતનો સ્વીકાર કરવામાં આવતો નથી તે અલગ બાબત છે.

સપ્ટેમ્બર માસમાં કોરોનાના ૨૩૯૯ જેટલા કેસ નોંધાયા છે. ૩૧ ઓગસ્ટ સુધી પોઝીટીવ કેસની સંખ્યા ૨૯૮૫૫ હતી જે વધીને ૩૨૨૫૯ થઈ છે. આમ, તંત્રના ચોપડે પોઝીટીવ કેસમાં ચિંતાજનક હદે વધારો થયો નથી. પરંતુ એક્ટીવ કેસની સંખ્યા સતત વધી રહી છે તે ચિંતાજનક બાબત છે. ૩૧ ઓગસ્ટે એક્ટીવ કેસની સંખ્યા ૨૯૮૮ હતી. જેમાં સતત વધારો થઈ રહ્યો છે. તથા ૧૩ સપ્ટેમ્બરે એક્ટીવ કેસની સંખ્યા ૩૭૨૬ થઈ હતી. છેલ્લા બે દિવસથી એક્ટીવ કેસમાં સામાન્ય ઘટાડો જાેવા મળ્યો છે.

તથા ૧૭ સપ્ટેમ્બરે એક્ટીવ કેસની સંખ્યા ૩૫૨૬ થઈ હતી. તેમ છતાં મહિનાની શરૂઆતના કેસની સરખામણીમાં એકટીવ કેસમાં વધારો થયો છે. જ્યારે સૌથી વધુ ચિંતાજનક બાબત રીકવરી રેશિયો છે. સપ્ટેમ્બર મહિનાના પ્રથમ દસ દિવસમાં કોરોનાના ૧૪૯૩ પોઝીટીવ કેસ નોંધાયા હતા. જેની સામે ડીસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા માત્ર ૭૨૨ હતી. દૈનિક સરેરાશ ૧૪૯.૩૦ કેસની સામે ૭૨.૨૦ દર્દી સાજા થયા હતા. આમ, પ્રથમ દસ દિવસમાં રીકવરી રેટ માત્ર ૫૦ ટકા આસપાસ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે મહિનાના પ્રથમ સપ્તાહમાં દૈનિક સરેરાશ ૬૩ દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ૧૫ સપ્ટેમ્બર બાદ ડીસ્ચાર્જ પેશન્ટની સંખ્યામાં વધારો થયો છે. ૧૭ સપ્ટેમ્બરે ડીસ્ચાર્જ રેશિયો વધીને ૭૨ ટકા થયો છે.

મ્યુનિ.કોર્પાેરેશનના સૂત્રોએ જણાવ્યા મુજબ શહેરના મધ્ય ઝોનમાં ૩૩૭, પશ્ચિમ ઝોનમાં ૫૭૯, ઉ.પ.ઝોનમાં ૫૯૩, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૫૪૫ તથા દક્ષિણ ઝોનમાં ૫૪૪ મળી કુલ ૩૫૨૮ એક્ટીવ કેસ છે. જ્યારે ૧૭ સપ્ટેમ્બર સુધી ૨૭૦૦૧ દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જે પૈકી એસ.વી.પી.માંથી ૩૦૭૭, અસારવા સીવીલમાંથી ૩૨૧૫ અને સોલા સીવીલમાંથી ૭૭૬ દર્દીઓ સાથે થઈને ઘરે ગયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.