Western Times News

Gujarati News

બડગામમાં આતંકવાદીઓએ બીડીસી ચેરમેનની હત્યા કરી

શ્રીનગર, કાશ્મીર ખીણમાં સુરક્ષા દળો એક પછી એક આતંકીઓનું કામ તમામ કરી રહ્યાં છે આતંકીઓની કમર તુટવાથી તેઓ ધૂંધવાયા છે અને પોતાનો ગુસ્સો નાગરિકો પર કાઢી રહ્યાં છે મળતી માહિતી અનુસાર જમ્મુ અને કાશ્મીરના બડગામ જિલ્લામાં આતંકીઓએ એક બીડીસી સભ્યની ઘર બહાર હત્યા કરી નાખી બીડીસી સભ્યનો ઓળખ ભુપિન્દરસિંહ તરીકે કરવામાં આવી છે તેઓ ખાનગા બ્લોગ ડેવલપમેન્ટ કાઉન્સિલના અધ્યક્ષ હતાં.

બીડીસી ચેરમેન ભુપિન્દરસિંહ સુરક્ષા વચ્ચે અનેક દિવસથી શ્રીનગરમાં રહેતા હતા ંઘણા દિવસે તેઓ પોતાના ધરે પાછા ફર્યા હતાં આ હુમલા બાદ સમગ્ર વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન ચાલુ છે આતંકીઓની હજુ સુધી કોઇ ભાળ મળી નથી મૃતકના પીએસઓની પણ પુછપરછ કરવામાં આવીરહી છે.

પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ બીડીસી ચેરમેનની હત્યા પર દુખ વ્યકત કર્યું છે તેમણે ટ્‌વીટ કરીને કહ્યું કે બીડીસી કાઉન્સિલર ભુપિન્દરસિંહની હત્યા અંગે જાણીને ખુબ અફસોસ થયો મુખ્ય પ્રવાહના ગ્રાઉન્ડ સ્તરના રાજનીતિક કાર્યકર આતંકીઓ માટે સરળ લક્ષ્ય છે.

ભુપેન્દરસિંહ ભાજપ સાથે જાેડાયેલા હતાં છેલ્લા કેટલાક દિવસથી ભાજપ નેતાઓ પર હુમલો થઇ રહ્યા છે અને તેમની હત્યા કરવામાં આવીરહી છે આ અગાઉ ગત મહિને સરપંચ સજજાદ અહેમદ ખાંડેની પણ તેમના ઘરની બહાર આતંકીઓએ હત્યા કરી હતી. સરપંચ સજજાદ અહેમદ ખાંડેની છ ઓગષ્ટના રોજ હત્યા કરવામાં આવી હતી ભાજપના સરપંચ આરિફ અહેમદ ઉપર ચાર ઓગષ્ટની સાજે અખાનના કાઝીગુંડમાં આતંકીઓએ ગોળીબાર કર્યો જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતાં.

ભાજપ સાથે જોડાયેલા નેતાઓ પર સતત હુમલા થવાના કારણે બીડીસી ચેરમેન ભુપિન્દરસિંહને પણ સુરક્ષા ઘેરામાં રાખવામાં આવ્યા હતાં ભુપિન્દરસિંહ પુત્ર ધીરજ સિંહ સાથે પોતાના દલવાહ સ્થિત ઘરે આવ્યા હતાં તેમની સાથે બે પીએસઓ પણ હતાં.ઘરથી થોડેક દુર આતંકીઓએ તેમને રોકયા અને ગોળી મારી ગોળીનો અવાજ સાંભળીને લોકો ઘરની બહાર નીકળ્યા પરંતુ ત્યાં સુધીમાં તો આતંકીઓ ભાગી ગયા હતાં. સિહને તાકિદે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતાં જે ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતાં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.