Western Times News

Gujarati News

દેશની પહેલી રેપિડ રેલનો પહેલો લુક જાહેર

નવી દિલ્હી, રીઝનલ રેપિડ ટ્રાંજિટ સિસ્ટમ (આરઆરટીએસ) ટ્રેનનો ફર્સ્ટ લુક સામે આવી ગયો છે. ભારતમાં આ 180 કિમી પ્રતિ કલાકની ગતિએ દોડનાર પોતાનામાં પહેલી ટ્રેન હશે. તો બીજી તરફ આ ટ્રેનનું નિર્માણ ‘મેક ઇન ઇન્ડિયા‘(Make In India) હેઠળ કરવામાં આવી રહ્યું છે. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા રીજનલ રેપિડ ટ્રાંજિટ સિસ્ટમ (RRTS) ટ્રેનનો ફર્સ્ટ લુક જાહેર કરવામાં આવ્યો છે.

આવાસ શહેરી બાબતોના મંત્રાલયના સચિવ દુર્ગાશંકર મિશ્રાએ જણાવ્યું કે ઇંફ્રાસ્ટ્રક્ચર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આત્મનિર્ભર ભારતના પાંચ સ્તંભોમાંથી એક છે. આ ખૂબ ગર્વની વાત છે કે આરઆરટીએસ માટે તે હાઇ સ્પીડ ટ્રેન સંપૂર્ણ રીતે સરકારના ‘મેક ઇન ઇન્ડિયા’ના હેઠળ નિર્મિત કરવામાં આવી રહી છે.

તેમણે જણાવ્યું કે ટ્રેન વજનમાં હલકી અને એરકન્ડીશન હશે. દરેકમાં સ્વચાલિત પ્લગ-ઇન પ્રકારના પહોળા દરવાજા હશે. આ ઉપરાંત ઓવરહેડ સામાન રેક, મોબાઇલ, લેપટોપ ચાર્જિંગ સોકેત અને અન્ય કોમ્યુટર કેન્દ્રીય સુવિધાઓ સાથે ઓનબોર્ડ વાઇફાઇની સુવિધા હશે.  વર્ષ 2022 સુધી આ ટ્રેનનો પહેલો પ્રોટોટાઇપ નિર્મિત થઇ જશે અને પરીક્ષણ બાદ સાર્વજનિક ઉપયોગ માટે લેવામાં આવશે. દિલ્હી-ગાજિયાબાદ-મેરઠ આરઆરટીએસ કોરિડોરના રોલિંગ સ્ટોકને ગુજરાતના મોબાર્ડિયરના સાવલી પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.