કાંગ્રેસ મહારાષ્ટ્રમાં શિવસેના સાથે છેડો ફાડે તેવી સંભાવના
 
        મુંબઈ: શિવસેના નેતા સંજય રાઉત અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે રવિવારે મુંબઈની એક હોટલમાં મુલાકાત કરતા જ રાજકીય ગરમાવો આવી ગયો છે. બંનેના મળ્યા બાદ લાગે છે કે મહારાષ્ટ્રમાં મહાગઠબંધન સરકાર વચ્ચે કલેહની સ્થિતિ પેદા થઈ છે. સંજય રાઉત અને દેવેન્દ્ર ફડણવીસની મુલાકાતે મહારાષ્ટ્રના રાજકારણમાં તમામ પ્રકારની અટકળોને જન્મ આપ્યો છે. બંને પક્ષના નેતા ગત વર્ષ ચૂંટણી બાદ પહેલીવાર મળ્યા છે. હોટલમાં બે કલાક સુધી મીટિંગ ચાલી.
સૂત્રોના જણાવ્યાં મુજબ રાઉત-ફડણવીસ મુલાકાત અંગે કોંગ્રેસ અને એનસીપીમાં નારાજગી છે. આ બંને નેતાઓની મુલાકાત ઉપરાંત રવિવારે જ મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ બાલાસાહેબ થોરાટ અને એનસીપી સુપ્રીમો શરદ પવાર તથા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વચ્ચે મુંબઈમાં એક બેઠક થઈ.
રાઉત અને ફટડણવીસની મુલાકાતથી નારાજ કોંગ્રેસ અને એનસીપીના મોટા નેતાઓએ સીએમ ઉદ્ધવ ઠાકરેના અધિકૃત નિવાસસ્થાન વર્ષામાં લગભગ ૨ કલાક સુધી બેઠક કરી. જો કે હજુ એ સ્પષ્ટ નથી કે બંને નેતાઓ વચ્ચે આ બેઠક કયા કારણસર થઈ અને તેમની વચ્ચે શું વાત થઈ. આ મુલાકાતોથી મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
નોંધનીય છે કે ગ વર્ષ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી બાદ મુખ્યમંત્રી મુદ્દે શિવસેના અને ભાજપ વચ્ચે ખટરાગ પેદા થયો હતો અને શિવસેના એનડીએમાંથી બહાર નીકળી ગઈ હતી. ત્યારબાદ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં પાર્ટીએ રાજ્યમાં ગઠબંધન સરકાર બનાવવા માટે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ સાથે હાથ મીલાવ્યો હતો.
સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસ અને એનસીપીના નેતાઓની આ મુલાકાતે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ત્રણેય પક્ષના નેતાઓએ પોતાને એવી કોઈ પણ કામગીરીમાં સામેલ થવા દેવા ન જોઈએ જેની અસર આઘાડી ગઠબંધન પર થાય અથવા મહારાષ્ટ્ર સરકાર પર સવાલ ઉઠે. થોરાટે ભારપૂર્વક કહ્યું કે કોંગ્રેસ કૃષિ બિલોનો વિરોધ કરે છે આથી આ બિલ મહારાષ્ટ્રમાં લાગુ થવું જોઈએ નહીં. તેમણે વધુમાં કહ્યું કે ગઠબંધનના સહયોગી તરીકે શિવસેનાએ આ મુદ્દે પાર્ટીનો ખુલીને સાથ આપવો જોઈએ. રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે “શિવસેના સાથે હાથ મિલાવવાનો કે સરકાર પાડવાનો અમારો કોઈ ઈરાદો નથી.
જ્યારે સરકાર જાતે જ પડશે ત્યારે અમે જોઈ લઈશું.” તેમણે એમ પણ કહ્યું કે “આ બેઠક શિવસેનાના મુખપત્ર સામનાના એક ઈન્ટરવ્યુ સંબંધિત હતી. શિવસેના નેતા સંજય રાઉત અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે રવિવારે મુંબઈની એક હોટલમાં મુલાકાત કરતા જ રાજકીય ગરમાવો આવી ગયો છે. બંનેના મળ્યા બાદ લાગે છે કે મહારાષ્ટ્રમાં મહાગઠબંધન સરકાર વચ્ચે કલેહની સ્થિતિ પેદા થઈ છે. સંજય રાઉત અને દેવેન્દ્ર ફડણવીસની મુલાકાતે મહારાષ્ટ્રના રાજકારણમાં તમામ પ્રકારની અટકળોને જન્મ આપ્યો છે. બંને પક્ષના નેતા ગત વર્ષ ચૂંટણી બાદ પહેલીવાર મળ્યા છે. હોટલમાં બે કલાક સુધી મીટિંગ કરવામાં આવી હતી.

 
                 
                 
                