Western Times News

Gujarati News

સુઝૈન રિતિકથી અલગ થયા બાદ સુંદર ઘરમાં રહે છે

મુંબઈ: બોલિવૂડ એક્ટર રિતિક રોશનની એક્સ વાઇફ અને ઇન્ટીરિયર ડિઝાઇનર સુઝૈન ખાનએ હાલમાં તેનાં મુંબઇ સ્થિત ઘરનોએક વીડિયો શેર કર્યો છે. જે જોયા બાદ તમારી આંખો પહોળી થઇ જશે. ૧૮ મિનિટનાં આ વીડિયોમાં સુઝૈન તેનાં ઘરની ઝલક બતાવી છે. જુહૂ સ્થિત આ એપાર્ટમેન્ટને સુઝેને જાતે ડિઝાઇન કર્યુ છે.

આ ઘર ૧૫માં માળે છે. જેને બે એપાર્ટમેન્ટ ભેગા કરીને બનાવવામાં આવ્યું છે. આ એપાર્ટમેન્ટમાં એક મોટો અને એક્સપેન્સિવ લિવિંગ રૂમની સાથે મલ્ટિપલ સિટિંગ એરિયા છે જે આ એપાર્ટમેન્ટની સૌથી મોટી ખાસિયત છે. આ સાથે જ તેમનું કિચન પણ ઘણું શાનદાર છે.

જેને જોયા બાદ સૌની આંખો પહોળી થઇ જશે. વીડિયોમાં સુઝૈન જણાવે છે કે, કેવી રીતે તેમણે તેમનાં ડાઇનિંગ રૂમને ઓફિસમાં બદલી નાંખ્યો છે. જ્યાં તે તેનું કામ કરે છે. સુઝૈને જણાવ્યું કે, તે તેણે તેનું ઘર જાતે જ ડિઝાઇન કર્યું છે. સુઝૈને એક ઇન્ટરવ્યૂમાં તેનાં ઇન્ટીરિયર ડિઝાઇનિંગ કરિઅર અંગે વાત કરી હતી. અને કહ્યું કે, તે ક્યારેય બોલિવૂડમાં આવવાં નથી ઇચ્છતી. તેણે ક્યારેય એક્ટ્રેસ બનવાનું સપનું નથી જોયું. તે હમેશાંથી જ એક ઇન્ટીરિયર ડિઝાઇનર બનવાં ઇચ્છતી હતી, તે જ્યારે ૫ વર્ષની હતી ત્યારે જ તેણે નક્કી કરી લીધુ હતુ કે તે ભવિષ્યમાં શું કરવાં માંગે છે.

એક્ટ્રેસનાં જણાવ્યાં મુજબ, તેની મા પણ ઇન્ટીરિયર ડિઝાઇનિંગમાં ઘણો રસ ધરાવે છે. ઉલ્લેખનીય છે કે, સુઝૈન ખાન ૬ વર્ષ પહેલાં જ રિતિક રોશનથી છૂટાછેડા લઇ અલગ થઇ ગઇ હતી અને હવે તે તેનાં દીકરાઓની સાથે આ ઘરમાં રહે છે. પણ કોરોના વાયરસ બાદ દેશમાં લાગેલાં લોકડાઉનમાં રિતિક અને સુઝૈને સાથે રહેવાનો ર્નિણય કર્યો. જેથી તેમનાં બાળકોને માતા પિતા બંનેનો પ્રેમ મળી રહે. સુઝૈન બાળકોને લઇને રિતિક રોશનનાં ઘે જ શિફ્ટ થઇ ગઇ હતી. બંને લોકડાઉનનાં સમયમાં સાથે જ રહેતા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.