Western Times News

Gujarati News

ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થતાં ભીડે પરેશાન થયા

મુંબઈ: સીરિયલ (Tarak Mehta Ka Ulta Chashma) તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં આત્મરામ ભીડેનો રોલ પ્લે કરી રહેલા મંદાર ચંદાવરકરનું (Social Media) સોશિયલ મીડિયા અકાઉન્ટ હેક થઈ ગયું છે. આ વાતની જાણકારી તેણે સોનુ એટલે કે પલક સિદ્ધવાનીના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી એક વીડિયો શેર કરીને આપી છે. વીડિયોમાં એક્ટર કહી રહ્યો છે કે, હેલ્લો ફ્રેન્ડ્‌સ, હું મંદાર બોલી રહ્યો છું.

તમને માત્ર જાણ કરવા માગું છું કે, મારું (Instagram) ઈન્સ્ટાગ્રામ આઈડી લગભગ હેક થઈ ગયું છે. છેલ્લા ૩ દિવસથી હું તેને ઓપન કરી શકતો નથી. મને  જણાવ્યું કે, લગભગ ઈન્સ્ટાગ્રામ વેરિફિકેશન માટે ઉપરથી તેને ડિસએબલ કરી દેવાયું હોઈ શકે છે. હું છેલ્લા ૪ દિવસથી તેને ઓપરેટ કરી શકતો નથી.

જો તમને મારા આઈડી પરથી કોઈ મેસેજ આવે છે તો સમજી લેજો કે મેં મોકલ્યો નથી. તે હેક થયું છે. તેથી હું અત્યારે પલકના ઓફિશિયલ આઈડી પરથી તમને આ મેસેજ મોકલી રહ્યો છું.

આ વધારેમાં વધારે ફોરવર્ડ કરો. જ્યારે મારું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પાછું મળી જશે ત્યારે આવો જ એક વીડિયો પોસ્ટ કરીને મેસેજ મોકલીશ. ત્યાં સુધી ધ્યાનમાં રાખો કે મારું આઈડી હેક થઈ ગયું છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘અગત્યની જાહેરાત હેલ્લો હું તમને માહિતી આપવા માગું છું કે, છેલ્લા ૪ દિવસથી હું મારું ઈન્સ્ટાગ્રામ આઈડી ઓપરેટ કરી રહ્યો નથી. જો કોઈને મારા આઈડીમાંથી મેસેજ મળે તો ધ્યાન રાખજો કે તે હેક થઈ ગયું છે. આ મેસેજ ફોરવર્ડ કરજો.

જ્યારે મને એક્સેસ મળશે એટલે તરત જ આપને જાણ કરી દઈશ. ત્યાં સુધી ધ્યાન રાખજો. જલ્દી જ અપડેટ આપીશ. આ અગાઉ પણ પલકે મંદારના નામથી ઘણા બધા ફેક અકાઉન્ટ ચાલી રહ્યા હોવાની જાણ ફેન્સને કરી હતી. આ સિવાય તેણે એક્ટરનું રિયલ અકાઉન્ટ કયું છે તે વિશે પણ જણાવ્યું હતું. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોની વાત કરીએ તો, હાલમાં જ તેના ૩ હજાર એપિસોડ પૂરાી થયા છે. જેનું સેલિબ્રેશન સેટ પર એકદમ સાદગીથી કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.