Western Times News

Gujarati News

બિગ બોસ ૧૪માં રાધે માની એન્ટ્રી, ઘરને આશીર્વાદ આપ્યા

મુંબઈ: પોતાને ભગવાન કહેનારાં રાધે માની બિગ બૉસ ૧૪ના ઘરમાં આવવાના રિપોર્ટ્‌સ અગાઉ પણ આવ્યા બતા. રાધે માના નામથી લોકોમાં પૉપ્યુલર સુખવિંદર કૌરને બિગ બૉસની ગત સિઝન માટે સંપર્ક કરવામાં આવ્યો હતો પણ આખરે તેમણે આ વર્ષે બિગ બૉસના ઘરમાં એન્ટ્રી કરી છે અને મેકર્સ આનો પ્રોમો રિલીઝ કર્યો છે.

બિગ બૉસ ૧૪ના પ્રથમ એપિસોડનું પ્રીમિયર ૩ ઑક્ટોબરના રોજ થવા જઈ રહ્યું છે અને દર્શકો આના માટે ખૂબ જ આતુર છે. કલર્સ ચેનલે પોતાના ટ્‌વીટર હેન્ડલ પર મંગળવારે એક પ્રોમો રિલીઝ કર્યો છે.

આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે, રાધે મા બિગ બૉસના ઘરમાં આવે છે. ત્યારબાદ તે કહે છે કે, આ ઘર હંમેશા યથાવત રહે અને બિગ બૉસ આ વખતે બહુ ચાલે. જોકે, તેમનો પૂરો ચહેરો દેખાડવામાં આવ્યો નથી. રાધે માનો આ વિડીયો સામે આવ્યા બાદ લોકોનો બિગ બૉસ માટેનો ઉત્સાહ ખૂબ વધી ગયો છે.

લોકોએ સોશિયલ મીડિયા પર અગગ-અલગ પ્રતિક્રિયાઓ આપવાની પણ શરૂ કરી દીધી છે. જણાવી દઈએ કે, સુખવિંદર કૌર ઉર્ફ રાધે માનો જન્મ પંજાબમાં થયો હતો. તેમણે બહુ નાની ઉંમરે આધ્યાત્મનો રસ્તો પકડી લીધો હતો.

ત્યારબાદ તેઓ જરૂરિયાતમંદ લોકો માટે પોતાની કમાણી દાન કરવા લાગ્યા જેના કારણે તેમનાં અનુયાયી વધવા લાગ્યા. પોતાને ભગવાન કહેનારી રાધે મા ‘રાધ ગુરુ મા’ નામથી ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવે છે, જે સમાજ માટે મોટાપાયે કામ કરે છે. રાધે માએ તાજેતરમાં જ કોરોના વાયરસ મહામારી સામેની લડાઈમાં પીએમ કેયર ફંડમાં ૧૫ લાખ રૂપિયા આપ્યા હતા. થોડા વર્ષો પહેલા કોઈને કોઈ કારણોસર રાધે મા સતત ચર્ચામાં રહેતા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.