Western Times News

Gujarati News

બિહારમાં એનડીએની જીત પાક્કી: દેવેન્દ્ર ફડનવીસ

રામગઢ, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને બિહાર વિધાનસભા ચુંટણીમાં ભાજપના ચુંટણી પ્રભારી દેવેન્દ્ર ફડનવીસે રામગઢમાં છિન્નમસ્તિકે મંદિરમાં પુજા અર્ચના કરી હતી આ પ્રસંગે તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે બિહાર વિધાનસભા ચુંટણીમાં ભાજપ ગઠબંધનની સરકાર જરૂર બનશે.

બિહાર ભાજપના પ્રભારીએ કહ્યું કે ગઠબંધન અને બેઠકોની ફાવવણીને લઇ વાતચીત ચાલી રહી છે તાકિદે બંધુ સામે આવી જશે આ દરમિયાન તેમની સાથે સ્વચ્છતા દુત બિંદુ ભૂષણ પણ હાજર હતાં બિંદુ ભૂષણે કહ્યું કે ફડનવીસે આશ્રમ પહોંચી બ્રહ્માચારી બોરિયા બાબાના આશીર્વાદ લીધા આ સાથે જ તેમણે દામોદર ભૈરવીના સંગમથી માં છિન્મમસ્તિકેને પણ પ્રમાણ કરી તેમના પણ આશીર્વાદ લીધા તેમણે એ અપીલ કરી કે મા છિન્નમસ્તિકેના દરબાર હવે ભકતો માટે ખુલવા જાેઇએ.

દરમિયાન રજરપ્પા ખાતે માં છિન્નમસ્તિકે મંદિરને ખોલવા માટે રામગઢ સહિત પ્રદેશના વિવિધ જીલ્લામાં અનેક લોકો ઉપવાસ પર બેઠા છે. આ ઉપવાસ કાર્યક્રમમાં સ્થાનિક ભાજપ નેતા રાજયના પૂર્વ ડીજીપી સહિત અનેક લોકોએ ઉપવાસ કરી પોતાનું સમર્થન આપ્યું છે એ યાદ રહે કે ગત સાત મહીનાથી સિધ્ધિ પીઠ છિન્નમસ્તિકે મંદિર બંધ છે આ કારણે સ્થાનિક દુકાનદાર સહિત પંડા સમાજની સ્થિતિ દયનીય થઇ ચુકી છે અને આ તમામ આર્થિક સંકટનો સામનો કરી રહ્યાં છે. પંડા સમાજે રાજય સરકારને અપીલ કરી છે કે જયારે દેશના તમામ મુખ્ય મંદિરો ખુલી ગયા છે દેવધર ખાતે બાબા વૈદ્યનાથધામ મંદિરમાં પણ પુજા અર્ચના કરવાની મંજુરી છે તો મા છિન્નમસ્તિકે મંદિરને પણ ખોલવું જાેઇએ મંદિરથી દુકાનદાર સિહત સેંકડો લોકોની આજીવિકા આ મંદિરથી ચાલે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.