Western Times News

Gujarati News

યુપી પોલીસે રાતોરાત પીડિતાના અંતિમ સંસ્કાર કરાવી દીધા

લખનૌ, દિલ્હીના સફદરગંજ હોસ્પિટલમાં હાથરસ ગેંગરેપની પીડિતાના મોત બાદ મંગળવારે મોડી રાતે જ તેના શબને યુપી પોલીસ ગામ લઇ પહોંચી હતી ગામવાળા અને યુવતિના પરિવારજનોની વિનંતી છતાં વિરોધ વચ્ચે પોલીસે રાતોરાત જ યુવતીના અંતિમ સંસ્કાર કરી દીધા હતાં જાે કે અધિકારીઓ ભલે જ કહી રહ્યાં છે કે ઘરવાળાની મરજીથી જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે પરંતુ ઘટના સ્થળે જે વીડિયો અને તસવીરો સામે આવી છે તેનાથી તો એ લાગી રહ્યું છે કે પોલીસે બળપૂર્વક અંતિમ સંસ્કાર કર્યા છે.

યુપી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઉત્તરપ્રદેશની આ હરકતને કાયરતા ગણાવી છે કોંગ્રેસે પોતાના ટિ્‌વટક એકાઉન્ટ પર લખ્યું નિર્દયતાની હદ છે આ.જે સમય સરકારને સંવેદનશીલ થવું જાેઇએ તે સમયે સરકારે નિર્દયતાની તમામ હદ તોડી નાખી આમ આદમી પાર્ટીએ પણ અંતિમ સંસ્કારની વીડિયો પોતાના ફેસબુક પર નાખી છે. એ યાદ રહેકે યુપીના હાથસરમાં દલીત યુવતીની સાથે નિર્ભયા જેવી હેવાનિયત પર રાજકીય ગરમાવો આવ્યો છે.

સોશિલમીડિયા પર લોકોનો આક્રોશ ઝલકી રહ્યો છે દિલ્હીના જે સફદરજંગ હોસ્પિટલમાં પીડિતાએ અંતિમ શ્વાસ લીધા તેની બહાર પ્રદર્શન થયાં કૈંડલ માર્ચ કાઢવામાં આવી યુપીમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ થઇ રહી છે. કોંગ્રેસે તેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખામોશી પર સવાલ ઉઠાવ્યા છે. રાહુલ ગાંધીએ તો યુપીમાં એક વર્ગ વિશેષને જંગલરાજ હોવાનો આરોપ લગાવ્યો છે સપા,બસપા આમ આદમી પાર્ટી ભીમ આર્મી જેવા સહિત તમામ રાજકીય પક્ષો અને સંગઠનો ભાજપ સરકારની વિરૂધ્ધ આક્રમક છે.

મંગળવારે દિલ્હીના સફદરગંજ હોસ્પિટલમાં પીડિતાના મોત બાદ દિલ્હીથી લઇ લખનૌ અને હાથરસ સુધી આક્રોશ છે. સોશલ મીડિયા પર લોકો ગમ અને ગુસ્સો વ્યકત કરી રહ્યાં છે. યુઝર્સ પીડિત માટે ન્યાયની માંગ કરી રહ્યાં છે.
રાજકીય પક્ષો પણ ભારે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે પ્રદેશમાં સતત વધી રહેલ અપરાધોને લઇ યોગી સરકાર પર નિશાન સાધ્યું છે. લખનૌમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અજયકુમારના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જો કે પોલીસે તેને રોકવા માટે બળ પ્રયોગ કર્યો હતો.પોલીસે અનેક કાર્યકરોની ધરપકડ કરી છે. આ ઉપરાંત સપાએ કૈંડલ માર્ચ કાઢી ન્યાયની માંગ કરી છે. હાથરસ પીડિતાના ગામમાં પણ લોકોએ પ્રદર્શન કર્યું પ્રશાસને પીડિત પરિવારને ૧૦ લાખ રૂપિયાની સહાયતાની જાહેરાત કરી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.