Western Times News

Gujarati News

ઉર્વશી રૌતેલાએ ખાલી શર્ટ પહેરી હોટ ફોટોશૂટ કરાવ્યું

મુંબઈ: બોલિવૂડની સુંદર, બોલ્ડ અને હોટ એક્ટ્રેસમાંથી એક તેવી ઉર્વશી રૌતેલા હંમેશા સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. અને તે વાત પણ એટલી જ સાચી છે કે ઉર્વશી કંઇકને કંઇ કરીને સોશિયલ મીડિયામાં છવાયેલું રહેવાનું પસંદ કરે છે. ત્યારે હાલમાં જ તેણે પોતાની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે. જેણે સોશિયલ મીડિયામાં આગ લગાવી દીધી છે. ઉર્વશી રૌતેલાએ હાલમાં હોટ ફોટોશૂટ કરાવ્યો છે. જેમાં તેણે ખાલી બ્લુ રંગની એક ટ્રાંસ્પરંટ શર્ટ પહેર્યું છે. આ તસવીરોમાં ઉર્વશી ખૂબ જ હોટ લાગી રહી છે.

જેને જોઇને તેના ફેન્સ પણ તેના કાયલ થઇ ગયા છે. ખાલી શર્ટ પહેરીને ઉર્વશીએ ત્રણ તસવીરો શેર કરી છે. કર્લી હેર, હાઇ હિલ અને બોલ્ડ મેકઅપ સાથે ઉર્વશીનો આ જલવો આ તસવીરો જોતા જ બને છે. તેણે આ ત્રણેય તસવીરો માટે અલગ અલગ કેપ્શન પણ આપ્યા છે. આ તસવીરો પર ઉર્વશી રૌતેલાના ફેન્સ ખૂબ કમેન્ટ કરી રહ્યા છે. જો કે ક્યાંક અનેક લોકો તેની નખશિશ સુંદરતાના કાયલ થઇ રહ્યા છે તો કેટલાક લોકોએ તેના આટલા બોલ્ડ અવતારને લઇને તેને મેણા પર માર્યા છે.

એક યુઝર્સે તો કોમેન્ટ લખ્યું છે કે – કપડા ક્યાં ગયા દીદીના! તો બીજા એક લખ્યું એટલા પૈસા છે કે પહેરવાના કપડા નથી, હાય રે અમીરી. ઉર્વશી રૌતેલાને આમ પણ સોશિયલ મીડિયાની ક્વીન કહેવાય છે. તેની ભારે ભરખમ ફેન ફોલોઇંગ છે. અને તેના એક એક તસવીર કે વીડિયો પણ ખૂબ જ વાયરલ થાય છે. ઉર્વશી હંમેશા પોતાની તસવીરો અને વીડિયોને લઇને ચર્ચામાં રહે છે. હાલમાં જ તેમનો એક વીડિયો ખૂબ વાયરલ થયો હતો જેમાં તે સાઉથના સુપરસ્ટાર ઉલ્લૂ અર્જૂનના એક સોન્ગ પર મસ્ત ડાન્સ કરતી નજરે પડે છે.

આ ડાન્સ જોઇને તેના ફેન્સ તેની લેડી અલ્લુ અર્જૂનનું નામ આપ્યું છે. ઉર્વશીના કેરિયરની વાત કરીએ તો તેમણે એક્શન રોમાન્સ ફિલ્મ સાહબ ધ ગ્રેટથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તે સની દેઓલની પત્ની બની હતી. તે પછી તે બોલિવૂડ રેપર હની સિંહના એક વીડિયો લવડોઝમાં નજરે પડી હતી. આ ગીત ખૂબ પોપ્યુલર થયું હતું. તે પછી ઉર્વશી મસ્તી સીક્વલ ગ્રેટ ગ્રાન્ડ મસ્તીમાં નજરે પડી હતી. જેમાં તે ભૂત બની હતી. ઉર્વશી હાલમાં વર્જિન ભાનુપ્રિયામાં નજરે પડી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.