Western Times News

Gujarati News

પ્રેમનો ઇઝહાર છે, પણ તેનું નામ લેવાની પરવાનગી નથી

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રે રેખાનો જાદુ આજે પણ બરકરાર છે. જેમ તે તેનાં જુના સમયમાં હોતો હતો. હવે બિગ સ્ક્રિન પર પોતાનાં જલવા વીખેરનારી રેખા સ્મોલ સ્ક્રિન પર તેનાં એક્ટિંગનો જાદુ ચલાવવા જઇ રહી છે. સોર્સિસની માનીયે તો, સત્ય કંઇજ અલગ છે. ટીવી સીરિયલ ગૂમ હે કિસી કે પ્યાર મેથી રેખાનો એક પ્રોમો સામે આવ્યો છે. જેમાં રેખા નજર આવે છે ત્યારથી જ એવી વાતો શરૂ થઇ ગઇ છે કે, રેખા ટીવીમાં ડેબ્યૂ કરવાનાં છે. પણ સત્ય માત્ર એટલું છે કે, તેઓ શોનું પ્રમોશન કરી રહ્યાં છે. પ્રોમો વીડિયોમાં રેખા તેમનાં આગવા અંદાજમાં નજર આવે છે.તેઓ ગોલ્ડન સાડી અને રેડ લિપ્સ્ટિકમાં નજર આવે છે. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યો છે.

સ્ટાર પ્લસ તરફથી શોનો પ્રોમો શેર કરવામાં આવ્યો છે જેમાં રેખા તેમનાં પોપ્યુલર સોન્ગ, ગુમ હે કિસી કે પ્યાર મે દિલ સુબહ શામ.. ગણગણતા નજર આવે છે. જે બાદ રેખા કહે છે, ‘આપ લોકો એ વિચારો છો ને કે, હું આ સોન્ગ સ્ટારપ્લસ પર કેમ ગણગણી રહી છું. ખરેખરમાં આ ગીત મારા દિલની ખુબજ નજીક છે. તેમાં એક કસક છુપાયેલી છે. જ્યાં પ્રેમનો ઇઝહાર છે પણ તેનું નામ લેવાંની પરવાનગી નથી. પ્રોમોમાં રેખા કહે છે કે, જ્યારે દિલ કોઇનાં પ્રેમમાં સવાર સાંજ ગૂમ રહે તો તે મોહબ્બત ઇબાદત બની જાય છે. આ ગીતે વિરાટ પ્રે કહાનીને જન્મ આપ્યો ચે. જ્યાં ફરજની રાહ પર ચાલતાં તેને પ્રેમની કુરબાની આપી છે.

વીડિયોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યાં છે. પ્રખ્યાત પેપરાજી વિરલ ભયાનીએ આ વીડિયો તેમનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે. ટીવી સીરિયલ ગૂમ હે કિસી કે પ્યાર મે સ્ટાર પ્લસ પર ૫ ઓક્ટોબરથી શરૂ થવા જઇ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.