Western Times News

Gujarati News

UPSC પરીક્ષા માટે પશ્ચિમ રેલ્વે ચલાવશે ભાવનગરથી અમદાવાદ અને સોમનાથથી અમદાવાદ વચ્ચે વિશેષ ટ્રેન

file

અમદાવાદ, પશ્ચિમ રેલ્વે આગામી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) ની પરીક્ષા  ને ધ્યાન માં રાખતા કેન્ડીડેટ્સ  ની સુવિધા માટે ભાવનગર ટર્મિનસ થી અમદાવાદ અને સોમનાથ થી અમદાવાદ વચ્ચે સુપરફાસ્ટ એક્સપ્રેસ વિશેષ ટ્રેન 03 ઓક્ટોબર 2020 (શનિવાર) ના દિવસે ચલાવશે‚ જેની વિગત નીચે મુજબ છે.

ટ્રેન નંબર 09211 ભાવનગર ટર્મિનસ – અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશ્યલ ભાવનગર ટર્મિનસ થી 03 ઓક્ટોબર 2020 ના રાત્રે 23:45 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 05:00 વાગ્યે અમદાવાદ પહોંચશે.

અને વાપસી માં ટ્રેન નંબર 09212 અમદાવાદ – ભાવનગર ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન અમદાવાદ થી 4 ઓક્ટોબર 2020 ના રાત્રે 20.00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 00:55 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે.

આ ટ્રેન ભાવનગર પરા, શિહોર, સોનગઢ, ધોલા જંકશન, બોટાદ, લીંબડી, સુરેન્દ્રનગર ગેટ અને વિરમગામ સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. આ વિશેષ ટ્રેનમાં સ્લીપર્સ અને સેકેન્ડ કલાસ સીટીંગ શ્રેણી ના  આરક્ષિત કોચ રહેશે.

ટ્રેન નંબર 09201 સોમનાથ – અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશ્યલ 03 ઓક્ટોબર 2020 ના રાત્રે 21.30 વાગ્યે સોમનાથ થી ઉપડશે અને બીજા દિવસે સવારે 05:25 વાગ્યે અમદાવાદ પહોંચશે.

વાપસી માં ટ્રેન નંબર 09202 અમદાવાદ – સોમનાથ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન 04 ઓક્ટોબર 2020 ના રાત્રે 21.10 વાગ્યે અમદાવાદ થી ઉપડશે અને બીજા દિવસે સવારે 05:05 વાગ્યે સોમનાથ પહોંચશે.

આ ટ્રેન વેરાવળ, ધોરવડ રોડ, માળીયા હાટીના, કેશોદ, જુનાગઢ, જેતલસર, વીરપુર, ગોંડલ, રાજકોટ, સુરેન્દ્રનગર અને વિરમગામ સ્ટેશનો પર બંને દિશામા રોકાશે.

આ વિશેષ ટ્રેનમાં સ્લીપર્સ અને સેકેન્ડ કલાસ સીટીંગ વર્ગ ના આરક્ષિત કોચ રહેશે.

યાત્રીઓ ને વિનંતી છે કે હાલના કોરોના વૈશ્વિક રોગચાળાને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરે અને 01.30 કલાક પહેલા સ્ટેશન પર પહોંચે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.