Western Times News

Gujarati News

બિગ બોસ ૧૪માં સલમાન ખાનની એન્ટ્રી ધાંસૂ હશે

મુંબઈ: આવતીકાલે એટલે કે ૩ ઓક્ટોબરે બિગ બોસ ૧૪નું ગ્રાન્ડ પ્રીમિયર છે. થોડા કલાકો બાદ શોના કન્ટેસ્ટન્ટ્‌સ ઘરની અંદર મહિનાઓ સુધી લોક થઈ જશે અને આ એન્ટ્રી સીકવન્સનું શૂટિંગ શરુ થઈ ચૂક્યું છે. શોના પ્રીમિયરમાં સલમાન ખાનનો અંદાજ કેવો હશે, તેની ઝલક એક્ટ્રેસે શેર કરી છે. બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાન શોની સતત ૧૧મી સીઝન હોસ્ટ કરતો જોવા મળશે. તેણે ઈન્સ્ટાગ્રામ પર સેટ પરની તસવીર શેર કરી છે. તસવીર જોયા બાદ બિગ બોસ ૧૪ જોવાની ફેન્સની ઉત્સુકતા વધી ગઈ છે. સલમાન ખાને ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરમાં બિગ બોસ ૧૪નું કલરફુલ બેકગ્રાઉન્ડ જોવા મળી રહ્યું છે.

જ્યારે એક્ટર બ્લેક આઉટફિટમાં જોવા મળી રહ્યો છે. આ સાથે તેણે બ્લેક કલરનું માસ્ક પણ પહેર્યું છે. કેપ્શનમાં તેણે લખ્યું છે કે, બિગ બોસ ૧૪ આ વીકએન્ડ તમને મળવા આવી રહ્યું છે. આવતીકાલે શોનું ગ્રાન્ડ પ્રીમિયર છે ત્યારે સલમાન તમામ સેલિબ્રિટી કન્ટેસ્ટન્ટ્‌સની મુલાકાત દર્શકો સાથે કરાવશે. શોમાં કોણ-કોણ ભાગ લેવાનું છે તેની સાથે-સાથે સલમાનની ફી પણ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહી છે. થોડા દિવસો પહેલા સલમાનની ફી અંગેનો એક રિપોર્ટ સામે આવ્યો છે.

આ રિપોર્ટ પ્રમાણે, સલમાન આ સીઝન હોસ્ટ કરવા માટે ૨૫૦ કરોડ રૂપિયા લઈ રહ્યો છે. નાના પડદાના હાઈએસ્ટ પેઈડ એક્ટરને ‘બિગ બોસ ૧૪’ માટે ૨૫૦ કરોડ રૂપિયાની જંગી રકમ મળી રહી છે. ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં આજ સુધી કોઈપણ કલાકારને આટલી ફી ક્યારેય ઑફર કરાઈ નથી. સલમાનને આ શો માટે જે રકમ મળવાનો દાવો કરવામાં આવી રહ્યો છે સાચો હોય તો તે ટીવી ઈતિહાસનો સૌથી મોંઘો હોસ્ટ બની જશે. શોનું શૂટિંગ સલમાન વીકમાં એકવાર કરશે, જેમાં બે એપિસોડ્‌સ શૂટ થશે. રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, સલમાનની એક એપિસોડના શૂટિંગની ફી આશરે ૧૦.૨૫ કરોડ રૂપિયા હશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.