Western Times News

Gujarati News

જદયુ અને રાજદે ચુંટણી માટે પહેલી ઉમેદવારોની યાદી જાહેર કરી

પટણા, બિહાર વિધાનસભા ચુંટણી માટે સત્તાધારી પક્ષ જદયુની સાથે જ મુખ્ય વિરોધ પક્ષ રાજદે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે જદયુએ જયાં ૨૮ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે ત્યાં લાલુ પ્રસાદની પાર્ટીએ ૧૮ ઉમેદવારો પર મહોર લગાવી છે માનવામાં આવે છે કે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની પહેલી યાદી ટુંક સમયમાં જ જારી થઇ શકે છે.

જદયુએ જે ઉમેદવારોને ટીકીટ આપી છે તેમાં કૌશલ યાદવ નવદા,જયકુમાર સિંહ દિનારા, સુદર્શન બરબીધા, રાજીવ લોચન મોકામા,દામોદર રાવત ઝાઝા, વશિષ્ટ સિંહ કરગહર, રામાનંદ મંડલ સૂર્યગઢા, કુસુમ લત્તા કુશવાહા જગદીશપુર,પ્રભુ રામ અગિયાંવ, સત્યદેવ કુશવાહા કુર્થા,મનોજ યાદવ બેલહર વગેરેનો સમાવેશ થાય છે.

જયારે રાજદે બારાચટ્ટીથી સમતા દેવી,બેલાંગજથી સુરેન્દ્ર યાદવ, બોધગયામાંથી સર્વજીત કુમાર,જગદીશપુરથી રામવિશુન લોહિયા,નોખાથી અનીતા દેવી,જમુઇથી વિજય પ્રકાશ રામગઢથી સુધાકર કુમારસિંહ, બેલહરથી રામદેવ યાદવ, મખદુમપુરથી સુબેદાર દાસ, ચકાઇથી સાવિત્રી દેવી વગેરેનો સમાવેશ થાય છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.