Western Times News

Gujarati News

હાથરસઃ આપના સાંસદ સંજય સિંહ પર કાળી શાહી ફેંકાઇ

હાથરસ, હાથરસ ગેંગરેપ પીડિતાના પરિવારથી મુલાકાત કરવા ગયેલા આમ આદમી પાર્ટીના રાજયસભા સાંસદ સંજયસિંહ અને ધારાસભ્ય રાખી બિડલાન પર એક વ્યક્તિએ કાળી શાહી ફેંકી હતી આ ઘટના પીડિતાના ગામની બહાર થઇ હતી. જાણકારી છે કે આરોપીનું નામ દીપક શર્મા છે જે એક હિન્દુવાદી સંગઠન સાથે જાેડાયેલ છે.

ઘટનાની જેમ ફુટેજ સામે આવી છે તેમાં જાેઇ શકાય છે કે આપ સાંસદ ગામની બહાર મીડિયાથી વાત કરી રહ્યાં હતાં તે દરમિયાન કાળો શર્મ પહેલ એક વ્યક્તિ આવે છે અને સાંસદ પર કાળી શાહી ફેંકી દે છે. આરોપીએ શાહી નાખ્યા બાદ સુત્રોચ્ચાર પણ કર્યા હતાં એ યાદ રહે કે સંજયસિંહ અને રાખી બિડલાન પાંચ લોકોના પ્રતિનિધિમંડળ સાથે પીડિત પરિવારને મળવા માટે પહોંચ્યા હતાં.

અનેક દિવસોથી હાથરસના પીડિતાના ગામને પોલીસે ઘેરાબંધીમાં રાખ્યો હતો અને મીડિયા પર પણ રોક લગાવ્યા બાદ પોલીસે શનિવારે આ માર્ગ ખોલી દીધો હતો ત્યારબાદ અનેક પાર્ટીઓ અને સંગઠનોના પીડિત પરિવારથી મુલાકાત કરી છે સૌથી પહેલા અહીં કોંગ્રેસના રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આવ્યા હતાં.

રવિવારે અહીં સેંટ ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયંસઅખિલ ભારતીય કિસાન સભા અખિલ ભારતીય કૃષિ મજદુર સંધ અને અખિલ ભારતીય લોકતાંત્રિત મહિલા સંધના પ્રતિનિધિ પણ પહોંચ્યા હતાં જેમણે પીડીત પરિવારની ન્યાય માટે લડાઇમાં સાથે ઉભા રહેવાની વાત કરી હતી.

આ કેસમા પોલીસે અનેક લોકો પર કાર્યવાહી પણ કરી છે નોઇડા પોલીસે ગત અઠવાડીયે હાથરસ જવાનો પ્રયાસ કરનાર પ્રિયંકા અને રાહુલ ગાંધી પર મહામારી એકટમાં કેસ દાખલ કર્યો હતો. લગભગ ૫૦૦ કોંગ્રેસ કાર્યકરો પર હાથરપસ જવા માટે હંગામો કરવાનો કેસ દાખલ કરપવામાં આવ્યો હતો. આ ઉપરાંત ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદ સહિત પાર્ટીના લગભગ ૪૦૦ કાર્યકર્તાઓ પર હંગામો કરવા અને કલમ ૧૪૪ના ભંગ કરવાના મામલામાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આઝાદને પીડીત પરિવારને મળવા દેવામાં આવ્યા ન હતાં પરંતુ કાર્યકરોના હંગામ અને લાઠીચાર્જ બાદ આઝદ સહિત ૧૦ સમર્થકોને મજુરી અપાઇ હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.