Western Times News

Latest News from Gujarat

સિંગર નેહા કક્કડ મહિનાના અંતમાં લગ્ન કરી શકે છે

મુંબઈ: સિંગર નેહા કક્કડ પોતાના લોન્ગ ટાઈમ ફ્રેન્ડ રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કરવા જઈ રહી હોવાનો ગણગણાટ થઈ રહ્યો છે. રોહનપ્રીત મ્યૂઝિક રિયાલિટી શો ઈન્ડિયાસ રાઈઝિંગ સ્ટારનો ફર્સ્‌ટ રનર-અપ રહી ચૂક્યો છે. આ સિવાય તે આ વર્ષની શરુઆતમાં શહેનાઝ ગિલના વેડિંગ શો મુજસે શાદી કરોગેમાં પણ જોવા મળ્યો હતો. નેહા ઈન્ડિયન આઈડલની કો-જજ છે અને અત્યારસુધીમાં આંખ મારે, કાલા ચશ્મા, ટુકુર ટુકુર, કર ગઈ ચૂલ, લંડન ઠુમકદા અને ઓ સાકી સાકી જેવા ઘણા હિટ સોન્ગ આપી ચૂકી છે.

નેહા અને રોહનપ્રીતે હાલમાં સાથે એક મ્યૂઝિક વીડિયો પણ કર્યો હતો. જેના લિરિક્સ હતા ‘આજા ચલ વ્યાહ કરવૈયે લોકડાઉન વિચ કટ્ટ હોને ખર્ચે’. નેહાએ આ પંજાબી લિરિક્સ સાથેનો વીડિયો હાલમાં પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યો હતો. જેનો અર્થ થાય છે કે, ‘ચાલ લોકડાઉનમાં લગ્ન કરી લઈએ, મહામારીના કારણે ખર્ચો પણ ઓછો થશે. રોહનપ્રીતે પણ બંનેનો સાથે પોઝ આપતો વીડિયો શેર કર્યો હતો અને બેકગ્રાઉન્ડમાં સોન્ગ ડાયમંડના છલ્લા સોન્ગ વાગી રહ્યું હતું. આ વીડિયોમાં રોહન નેહાને રિંગ પહેરાવતા પણ જોવા મળ્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ‘આ મહિનાના અંતમાં બંનેના લગ્ન દિલ્હીમાં થશે. મહામારીના કારણે આ લો-કી સેરેમની હશે એટલે કે માત્ર પરિવારના સભ્યો જ હાજર રહેશે. આ મામલે નેહા કક્કર સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો,

જો કે તેણે કોઈ ઉત્તર આપ્યો નહોતો. જ્યારે રોહનપ્રીતના મેનેજરે કહ્યું હતું કે, હા, અમે પણ કંઈક આવી વાતો સાંભળી છે. પરંતુ બંનેએ સાથે મ્યૂઝિક વીડિયો કર્યો હોવાથી આવી આ ન્યૂઝ વહેતા થયા હશે. લગ્ન કરવાનો હાલ રોહનપ્રીતનો કોઈ પ્લાન નથી. બંનેના લગ્ન થવાના હોવાની વાત સાચી છે કે પછી તેમના મ્યૂઝિક વીડિયોને લઈને અફવા ઉડી રહી છે? આ વાત કેટલાકને અફવા લાગી રહી છે, જ્યારે સૂત્રોનું કહેવું છે કે, લગ્ન ટૂંક સમયમાં થવાના છે. નેહા કક્કડના વર્કફ્રંટની વાત કરીએ તો, તે વિશાલ દદલાની અને હિમેશ રેશમિયા સાથે ઈન્ડિયન આઈડલની ૧૨મી સીઝન જજ કરતી જોવા મળશે. સિંગિંગ રિયાલિટી શોનું શૂટિંગ શરુ થઈ ગયું છે. આ વાતની માહિતી સિંગરે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરીને આપી હતી.