Western Times News

Gujarati News

કાજલ અગ્રવાલ બિઝનેસમેન સાથે ટૂંક સમયમાં લગ્ન કરશે

મુંબઈ: છેલ્લા ઘણાં સમયથી કોરોના વાયરસના કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફિલ્મ્સનું શૂટિંગ રોકાવાની સાથે જ સેલેબ્રિટીઝના લગ્ન પણ રોકાઈ ગયા છે. હવે ફિલ્મ્સનું શૂટિંગ પણ શરુ થઈ ગયું છે તો સેલેબ્સ પોતાના લગ્નની તૈયારીઓમાં પણ લાગી ગયા છે. રિપોર્ટ અનુસાર સિંઘમ એક્ટ્રેસ કાજલ અગ્રવાલ ટૂંક સમયમાં જ બિઝનેસમેન ગૌતમ કિચલૂ સાથે લગ્ન કરવા જઈ રહી છે. રિપોર્ટ અનુસાર કાજલે ગૌતમ સાથે ઘણા સમય પહેલા સગાઈ કરી હતી અને હવે ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાશે.

ગૌતમ આંત્રપ્રિન્યોર, ઈન્ટિરિયર ડિઝાઇનર છે. એવું માનવામાં આવે છે કે કાજલ અને ગૌતમના લગ્ન મુંબઇમાં ધૂમધામથી થશે. લોકડાઉન પછી આ પહેલા મોટા સેલિબ્રિટી લગ્ન બનવા જઈ રહ્યાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્ન ૨ દિવસ સુધી ચાલશે અને પરિવારના સભ્યો સિવાય ફક્ત ખાસ મિત્રોને જ આમંત્રિત કરવામાં આવશે. કાજલ અને ગૌતમના રિલેશનશિપ વિશે વધારે તો જાણકારી નથી

પરંતુ એવું કહેવાઈ રહ્યું છે કે અરેન્જ્ડ-લવ મેરેજ છે. નોંધનીય છે કે કાજલ અગ્રવાલે વર્ષ ૨૦૦૪માં એક નાના કેરેક્ટરથી ફિલ્મ ક્યોં હો ગયા નાથી ડેબ્યૂ કર્યુ હતું. જે પછી કાજલે સાઉથમાં નસીબ અજમાવ્યું અને તામિલ, તેલુગુ ભાષામાં મગાધીરા, આર્યા ૨, ડાર્લિંગ, મિસ્ટર પર્ફેક્ટ, વિવેગમ જેવી અનેક સુપરહિટ ફિલ્મ આપી. કાજલે વર્ષ ૨૦૦૪માં ફિલ્મ સિંઘમથી બોલિવૂડમાં કમબેક કર્યું હતું. જે પછી સ્પેશ્યિલ ૨૬, દો લફ્ઝો કી કહાની જેવી ફિલ્મ્સમાં કામ કર્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.