Western Times News

Gujarati News

રણબીરની ઈલેક્ટ્રિક સાઈકલ બાઈક કરતાં પણ મોંઘી

Files Photo

મુંબઈ: બોલીવુડ સેલેબ્રિટીઝ મોટે ભાગે તેમની મોંઘી કાર અને બાઈક પર જ મુંબઈના રસ્તા પર ફરતા જોવા મળે છે. જોકે, અનેકવાર આ સેલિબ્રિટીઝ પણ સાઈકલ ચલાવતા જોવા મળે છે.

તાજેતરમાં જ રણબીર કપૂર તેની એક નવી ઇલેક્ટ્રિક સાઈકલ પર જોવા મળ્યો હતો. લાલ કલરની આ ઇ-બાઇક ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી છે

પરંતુ તેની કિંમત જાણીને કોઈના પણ હોશ ઉડી જશે કારણ કે આ ઈ-બાઇસિકલની કિંમત બાઈક કરતા પણ વધુ મોંઘી છે. રિપોર્ટ્‌સ અનુસાર, રણબીર કપૂરની આ નવી ઈ-સાઈકલની કિંમત આશરે ૧.૫ લાખ રુપિયાની આસપાસ છે.

આ સાયકલના પહોળા ટાયર અને તેના ફોલ્ડબલ હોવાની ગુણવત્તા તેને અન્ય ઇ-સાઈકલ્સથી અલગ બનાવે છે. એવું પણ સાંભળવામાં આવ્યું છે કે રણબીર કપૂરને આલિયા ભટ્ટે આ સાયકલ ગિફ્ટ આપી છે.

કારણકે આ સાયકલ બનાવનારી કંપનીએ પોતાના ઓફિશિયલ પેજ પર આ સાયકલની તસવીર સાથે આલિયાને ટેગ કરી હતી. જો વાત કામની કરીએ તો રણબીર કપૂર છેલ્લે સંજય દત્તની બાયોપિક ‘સંજુ’માં જોવા મળ્યો હતો અને આ ફિલ્મ સુપરહિટ રહી હતી. હવે રણબીર કપૂરની બે ફિલ્મ્સ આવવાની છે.

જેની ઘણા દિવસોથી ચર્ચા થઈ રહી છે. ‘શમશેરા’માં તે સંજય દત્ત અને વાણી કપૂર સાથે જોવા મળશે. આ ઉપરાંત તે અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં પણ જોવા મળશે. જેમાં આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન અને મૌની રોય મુખ્ય ભૂમિકામાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.