Western Times News

Gujarati News

અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતે અનુભવેલા ભૂકંપના આંચકા

૪.પની તીવ્રતા ધરાવતા ભુકંંપથી લોકો ડરના માર્યા રસ્તા
ઉપરઃ જાનહાનિના સમાચાર નથીઃ એપી  સેન્ટર પાલનપુર

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ 06062019: ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદના કેટલાંક વિસ્તારો સહિત સમગ્ર ઉત્તર ગુજરાતે ૪.પની તીવ્રતા ધરાવતો ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. ૪.પની તીવ્રતાવાળા ભૂકંપના આંચકાથી ભયભીત થયેલા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. તથા સવર્ત્ર ભયનો માહોલ સર્જાયો હતો. તથા ભારે અફડાતફડી પણ મચી જવા પામી હતી.

ર૦૦૧ની ર૬મી જાન્યુઆરીએ આવેલ ભયાનક ભૂકંપથી સમગ્ર ગુજરાતને હચમચાવી નાંખ્યુહ તુ. અમદાવાદમાં ભૂકંપે વિનાશની તબાહી સર્જી હતી. હજારોછ લોકો મૃત્યુ પામયા હતા. હજારો લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તથા ઈમારતો પડી જવાની તથા જર્જરીત થવાની સંખ્યા પણ અનેકગણી હતી. હજુ આ ભૂકંપનું બિહામણું દ્રષ્ય આંખ આગળથી ખસતું નથી ત્યાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં આવેલ ભૂકંપથી લોકો ર૦૦૧ની ર૬મી જાન્યુઆરના રોજ આવેલ ભૂકંપથી ખુબજ ડરી ગયા હતા. અને ઈશ્વરને પ્રાર્થના પણ કરવા લાગ્યા હતા. સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થયાના સમાચાર નથી.

ઉત્તર ગુજરાતની મોટાભાગના વિસ્તારોના લોકો આવેલ ધરતી કંપથી ખુબ જ ધૃજવા લાગ્યા હતા. તથા ગભરાઈ જઈ રસ્તા પર આવી ગયા હતા. અમદાવાદના કેટલાંક વિસ્તારોમાં આવલ ભૂકંપના આંચકાથી લોકો ખુબ જ ડરી ગયા હતા. અને ર૦૦૧ના ધરતીકંપની બિહામણી યાદથી ભયભીત થઈ રસ્તાઓ પર આવી ગયા હતા. ભારે જેથી અફડાતફડી મચી જવા પામી હતી. ૪.પ ની તીવ્રતા ધરાવતા આ ભૂકંપનું એ પી સેન્ટર પાલનપુર હોવાનું જણાવાયુ છે.

મકાન ધરાશાયી કે જાનહાનિના કોઈ સમાચાર મળતા નથી. અરવલ્લી તથા સાબરકાંઠામાં પણ ભૂકંંપના આંચકા અનુભયો હતો. દસ સેકન્ડ સુધી આંચકાની અસર રહી હતી.  અમદાવાદ શહેરમાં રાત્રે ૧૦.૩૦ વાગ્યાની આસપાસ આવેલા ભૂકંપના પગલે કેટલાક વિસ્તારોમાં નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા જાકે ગુજરાતમાં અવારનવાર ભૂકંપના આંચક અનુભવાતા હોય છે ખાસ કરીને કચ્છ વિસ્તારમાં આવા આંચકાઓના કારણે નાગરિકો સતત એલર્ટ હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.