Western Times News

Latest News from Gujarat

મહારાષ્ટ્રમાં હવે CBIને મંજૂરી વિના પ્રવેશ નહીં મળે

મુંબઈ: મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે બુધવારે સીબીઆઈને અપાયેલી અસામાન્ય સહમતિને પાછી ખેંચી લીધી છે. એવામાં હવે સીબીઆઈએ કોઈપણ મામલાની તપાસ શરૂ કરવા માટે સરકારનો સંપર્ક કરવો પડશે. ઉત્તર પ્રદેશની સરકારની ભલામણ પર સીબીઆઈ તરફથી ટીઆરપી કૌભાંડમાં એફઆઈઆર નોંધાયા બાદના એક દિવસ પછી આ વાત સામે આવી છે. હકીકતમાં, ટીઆરપી કૌભાંડને લઈને એક જાહેરાત કંપનીના પ્રમોટરની ફરિયાદ પર લખનૌના હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો હતો.

તે પછી યુપી સરકારે આ કેસ યુપી સરકારને સોંપી દેવાયો હતો. ટીઆરપીના આ કથિત કૌભાંડ એ સમયે સામે આવ્યું હતું, જ્યારે રેટિંગ એજન્સી બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપ લગાવ્યો હતો કે કેટલીક ચેનલ જાહેરાત આપનારી કંપનીઓને આકર્ષવા માટે ટીઆરપી રેટિંગમાં ગરબડ કરી રહી છે.

બીજી તરફ, ૮ ઓક્ટોબરે મુંબઈ પોલીસે દાવો કર્યો હતો કે, તેમણે અર્નબ ગોસ્વામીની રિપબ્લિક ટીવી સહિત ત્રણ ચેનલોને સામેલ કરતા ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ્‌સમાં છેતરપિંડીના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે આરોપ લગાવ્યો હતો કે, કેટલાક પરિવાર જેમના ઘરોમાં દર્શકોના ડેટા એકત્ર કરવા માટે મીટર લગાવ્યા હતા, તેમને ત્રણ ચેનલો તરફથી લાંચ આપવામાં આવી રહી હતી.

જાણકારી મુજબ, સીબીઆઈને રાજ્યમાં પ્રવેશને લઈને મહારાષ્ટ્ર કરતા પહેલા રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોએ સીબીઆઈ માટે સામાન્ય સહમતિ પાછી લઈ લીધી હતી, જે સીધી કેન્દ્રીય ગૃહ મંત્રાલયને રિપોર્ટ કરે છે. મુંબઈઃ સીબીઆઈએ હવે મહારાષ્ટ્રમાં કોઈ પણ કેસની તપાસ પહેલા રાજ્ય સરકાર પાસે મંજૂરી લેવી પડશે.

રાજ્ય સરકારે તપાસ માટે સીબીઆઈને આપેલી સામાન્ય સહમતિ પાછી લઈ લીધી છે. જેના કારણે હવે મહારાષ્ટ્રમાં દરેક કેસની તપાસ પહેલા કેન્દ્રીય તપાસ એજન્સીએ રાજ્ય પાસેથી મંજૂરી લેવી પડશે. ઉદ્ધવ ઠાકરે સરકારના આ પગલાંથી કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે ઘર્ષણ વધવાની આશંકા છે.

મહારાષ્ટ્ર સરકારે દિલ્હી વિશેષ પોલીસ પ્રતિષ્ઠાનના સભ્યોને એક કાયદા હેઠળ રાજ્યમાં શક્તિઓ અને ન્યાયક્ષેત્રના ઉપયોગની સહમતિને પાછી ખેંચવા સંબંધિત આદેશ બુધવારે બહાર પાડ્યો. ત્યારબાદ સીબીઆઈને હવે રાજ્યમાં શક્તિઓ અને ન્યાયક્ષેત્રના ઉપયોગ માટે સામાન્ય સહમતિ નહીં રહે. જે મહારાષ્ટ્ર સરકાર દ્વારા ૨૨ ફેબ્રુઆરી ૧૯૮૯ના રોજ બહાર પાડવામાં આવેલા એક આદેશ હેઠળ અપાઈ હતી. આથી હવે કોઈ પણ કેસની તપાસ માટે રાજ્ય સરકારની મંજૂરી લેવી પડશે.

મહારાષ્ટ્ર સરકારના આ ર્નિણયની સીધી અસર સૌથી પહેલા સીબીઆઈ દ્વારા ટીઆરપી કૌભાંડમાં નોંધાયેલી એફઆઈઆર પર પડી શકે છે. ટીઆરપી કૌભાંડને લઈને લખનઉમાં નોંધાયેલી ફરિયાદની તપાસ હવે સીબીઆઈ કરશે. પરંતુ સીબીઆઈએ જો મહારાષ્ટ્રમાં કોઈ પણ રેડ કે કાર્યવાહી કરવાની હશે તો હવે તેણે રાજ્ય સરકારની મંજૂરી લેવી જરૂરી રહેશે. મળતી માહિતી મુજબ આ કેસમાં પહેલા લખનઉમાં એક જાહેરાત કંપનીના પ્રમોટરની ફરિયાદ પર કેસ દાખલ થયો હતો.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers