Western Times News

Gujarati News

અક્ષયથી લઈને આષુતોષે ટ્રાન્સઝેન્ડરનો રોલ કર્યો છે

મુંબઈ: બોલિવૂડના કેટલાક એવા કલાકારો છે કે જેઓ તેમના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને ફિલ્મોમાં પડકારરૂપ રોલ ભજવતા હોય છે. અમે બોલિવૂડના કેટલાય એવા કલાકારોને એવા રોલ કરતા જોયા છે જે લગભગ અશક્ય લાગતા હતા. ઘણા કલાકારોએ મોટા પરદા પર તેમના ટ્રાન્સજેન્ડર્સના રોલથી પ્રેક્ષકોને પ્રભાવિત કર્યા છે.

તાજેતરમાં અભિનેતા અક્ષય કુમારની આવનારી ફિલ્મ લક્ષ્મી બોમ્બનું ટ્રેલર રીલિઝ થયું છે. જેમાં તેઓ એક ટ્રાન્સજેન્ડરનો રોલ કરતા જોવા મળી રહ્યા છે. જો કે, હાલ ફિલ્મના ટાઈટલ અંગે પણ વિવાદ ચાલી રહ્યો છે. ફિલ્મ ‘સંઘર્ષ’માં આશુતોષ રાણાથી માંડીને ‘લક્ષ્મી બોમ્બ’માં અક્ષય કુમાર સુધી, ટ્રાન્સજેન્ડરની ભૂમિકાઓમાં વર્સટાઈલ પરફોર્મન્સથી લાખોના દિલ જીતવામાં કોઈ કસર બાકી નહીં રાખનારા કલાકારો પર એક નજર કરીએ.

અક્ષય કુમારની જ ફિલ્મ સંઘર્ષમાં અભિનેતા આશુતોષ રાણાએ લજ્જા શંકર પાંડેની ભૂમિકા ભજવી હતી, જે બાળકોનું અપહરણ કરે છે અને તેમની બલિ ચઢાવે છે. ફિલ્મમાં તેમના અભિનયની ખૂબ પ્રશંસા થઈ અને આજે પણ તે ભારતીય સિનેમાના સૌથી પોવરફુલ પરફોર્મન્સમાંથી એક માનવામાં આવે છે. આ પાત્ર એટલું ભયંકર હતું કે આશુતોષ સાઈકો વિલન તરીકે પ્રખ્યાત થઈ ગયા હતા. તેમના આ પાત્રને જોઈ આજે પણ લોકો ભયભીત થઈ જાય છે. સદાશિવ અમરાપુરકરે પૂજા ભટ્ટ અને સંજય દત્ત સ્ટારર ફિલ્મ સડકમાં ટ્રાન્સજેન્ડરની ભૂમિકા ભજવી હતી. તેઓ આ પાત્રને સરળતાથી ભજવવામાં સફળ રહ્યા હતા.

તેમના ઓન પોઈન્ટ પરફોર્મન્સ માટે ચાહકો અને આલોચકો દ્વારા તેમની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. અભિનેતા સદાશિવ અમરાપુરકર સારા પરફોર્મન્સ માટે અનેક એવોર્ડ પણ મળ્યા હતા. જણાવી દઈએ કે, સદાશિવ અમરાપુરકરે ૯ નવેમ્બર ૨૦૧૪ના રોજ દુનિયાને અલવિદા કહી દીધું હતું. એક્ટર અક્ષય કુમાર ટૂંક સમયમાં ફિલ્મ લક્ષ્મી બોમ્બમાં ટ્રાન્સજેન્ડરની ભૂમિકા ભજવતા જોવા મળશે,

જેમાં અભિનેત્રી કિયારા અડવાણી પણ છે. રાઘવા લોરેન્સ દ્વારા દિગ્દર્શિત આ ટ્રેલર તાજેતરમાં રિલીઝ થયું હતું અને લોકો ટ્રાન્સફોર્મેશન માટે અક્ષયની ખૂબ પ્રશંસા પણ કરી રહ્યા છે. આ સાઉથ રિમેકમાં અક્ષય એક પાત્ર ભજવતો જોવા મળશે જે એક ટ્રાન્સજેન્ડર સ્પિરિટ છે. ફિલ્મના ટ્રેલરને લોકો પંસદ કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.