Western Times News

Gujarati News

બર્થ-ડે ઉજવણીમાં ફટાકડાં ફોડવાની ના પાડતા રાત્રે આવી કાર સળગાવી !!

(પ્રતિનિધિ) અમદાવાદ : રાત્રે ૧ર વાગ્યે બર્થ ડેની ઉજવણીનો ટ્રેન્ડે જાખમી બની રહ્યો છે. ન્યુ રાણીપમાં રાતે ૧ર વાગ્યે ફટાકડાં ફોડીને બર્થ-ડે ઉજવવાની ના પાડતાં એક એસ્ટેટ એજન્ટની કારને બીજા દિવસે રાતે આવીને આગ ચાંપી દેવાની ઘટના બહાર આવી છે. એટલું ઓછું હોય તેમ કાર સળગાવાયાના સીસીટીવી ફૂટેજ મેળવવા ગયેલા એસ્ટેટ એજન્ટ વિવેક પટેલને બર્થ ડે બોય જયકાંત સોલંકી ઉર્ફે ટીનુએ ધમકી આપ્યાની ફરીયાદ સાબરમતી પોલીસમાં નોંધાવાઈ છે.

ન્યુ રાણિપના રાજધાની બંગ્લોઝમાં અને એસ્ટેટ એજન્ટ વિવેકભાઈ હસમુખભાઈ પટેલે ફરીયાદ નોંધાવી હતી કે તા.ર૯મીની રાતે બાર વાગ્યે તેમની સોસાયટી બહાર તળાવની ખુલ્લી જગ્યામાં જયકાંત ઉર્ફે ટીનુ સોલંકીનો જન્મદિવસ હોવાથી તેના મિત્રો ફટાકડાં ફોડતા હતા. વિવેકભાઈએ જઈને ફટાકડા નહીં ફોડવા અને બિભત્સ વર્તન નહીં કરવા કહ્યુ હતુ. ઠપકો પડતાં ટીનુ અને તેના મિત્રો તો ત્યારે તો જતા રહ્યા હતા.

આ વાતની અદાવત રાખીને જયકાંત ઉર્ફે ટીનુંનો ભાઈ કાર્તિક ઉર્ફેે ગોપી, તેનો મિત્ર રાહુલ મિશ્રા તા.૩૦ના રાતે દોઢ વાગ્યે વિવેકભાઈના મકાનના દરવાજા પાસે પહોંચ્યા હતા. આ શખ્સોએ વિવેકભાઈ પટેલે પાર્ક કરેલી વર્ના કાર સળગાવી દીધી હતી. જ્વલનશીલ પદાર્થ નાંખી રૂ.૬.પ૭ લાખની કિંમતની કાર સળગાવી દેવાયાની ફરીયાદ સાબરમતી પોલીસમાં નોંધાવાઈ છે.

કારના પાછળનો ભાગ સંપુર્ણપણે સળગીને રાખ થઈ ગયો હતોછ. કાર સળગાવાયાની ઘટનાના પુરાવા મેળવવા વિવેકભાઈએ પ્રયાસો શરૂ કર્યા હતા. વિવેકભાઈ બપોરે અઢી વાગ્યાના અરસામાં સ્વરા ફલેટ પાસે સીસીટીવી ફૂટેજ લેવા માટે ગયા હતા. આ સમયે જયકાંત ઉર્ફે ટીનું એ વિવેકભાઈને ફરીયાદ કરીશ’ તો જાનથી મારી નાંખીશ. એવી ધમકીઆપ્યાનું પણ ફરીયાદમાં જણાવાયુ છે. સાબરમતી પોલીસે સીસીટીવીના આધારે પુરાવા એકત્ર કરી વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.