Western Times News

Gujarati News

ભારે વરસાદના પગલે ગુજરાતમાં ટ્રેન સેવા ખોરવાઈ

ટ્રેનના પ્રવાસીઓને રેલવે વિભાગ દ્વારા ચા બિસ્કિટ આપવામાં આવી રહયા છે

 

 

 

(પ્રતિનિધિ) અમદાવાદ : ગુજરાતભરમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા વ્યાપક વરસાદ બાદ ગઈકાલ બપોરથી જ રાજયના અનેક સ્થળો પર મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો છે પાંચ જેટલી ટ્રેનો રદ્દ કરવામાં આવી છે જયારે કેટલીક ટ્રેનોને રસ્તામાં જ અટકાવી દેવાની ફરજ પડી છે તો કેટલીક ટ્રેનોને ડ્રાયવટ કરવામાં આવી છે. રેલ વ્યવહાર ખોરવાતા અમદાવાદ સહિતના રેલવે સ્ટેશનો પર પ્રવાસીઓ રઝળી પડયા છે જાકે રેલવે સત્તાવાળાઓ દ્વારા પ્રવાસીઓને સવલતો આપવામાં આવી રહી છે.

અમદાવાદ, વડોદરા, સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારોમાં ગઈકાલ બપોર બાદ ભારે વરસાદ પડવાનો શરૂ થતાં જ ઠેરઠેર પાણી ભરાઈ ગયા છે કેટલાક વિસ્તારોમાં રેલવે ટ્રેક પર પણ પાણી ફરી વળતા પશ્ચિમ રેલવે વિભાગના અધિકારીઓની તાકિદની બેઠક મળી હતી અને તેમાં ગુજરાતમાં ટ્રેન વ્યવહાર સલામતી પૂર્વક ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો હતો

આ નિર્ણય અનુસાર મોટાભાગની મેમુ ટ્રેનોને બંધ કરી દેવામાં આવતા નાગરિકો મુશ્કેલીમાં મુકાયા હતાં આ ઉપરાંત મુંબઈથી આવતી ટ્રેનોને અટકાવી દેવામાં આવી છે. જેના પગલે પ્રવાસીઓ ટ્રેનમાં જ ફસાયેલા છે. દુરંતો એકસપ્રેસને પણ રદ કરી દેવામાં આવી છે. સૌરાષ્ટ્ર ઝોનની ત્રણ ટ્રેનો રદ કરાઈ છે આ ઉપરાંત મુંબઈ-ઓખા ટ્રેનને પણ રદ કરી દેવામાં આવી છે.

ભાવનગર-બાંદ્રા ટ્રેન પણ બોટાદ પાસે અટકાવી દેવામાં આવી છે. જાકે આ ટ્રેનના પ્રવાસીઓને રેલવે વિભાગ દ્વારા ચા બિસ્કિટ આપવામાં આવી રહયા છે રેલવે વિભાગ દ્વારા ગુજરાતમાં ખોરવાયેલા ટ્રેન વ્યવહારના પગલે હેલ્પ લાઈન નંબર પણ જાહેર કરી દીધો છે હજુ આજે પણ ટ્રેન વ્યવહાર પર અસર રહે તેવુ જાણવા મળી રહયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.