Western Times News

Gujarati News

મર્સિડિઝ-બેન્ઝ એમરલ્ડ મોટર્સે 25મી વર્ષગાંઠની ઉજવણી કરી

  • એમરલ્ડ મોટર્સ અમદાવાદમાં સ્ટાર એક્સપેરિયન્સનું યજમાન બનશે
  • ચાલુ વર્ષે મર્સિડિઝ-બેન્ઝ ભારતમાં બ્રાન્ડનાં સૂત્ર બેસ્ટ નેવર રેસ્ટ સાથે ભારતમાં 25 ઉત્કૃષ્ટ વર્ષની ઉજવણી કરી રહી છે
  • સી જી રોડ પર સ્થિત | કુલ ક્ષેત્રફળ 57,000 ચોરસ ફૂટ | રૂ. 12 કરોડનું રોકાણ | કુલ ક્ષમતા 170થી વધારે કર્મચારીઓ |11 કારની ડિસ્પ્લે |18 બેઝ મેઇન્ટેનન્સ |અત્યાર સુધી 10,000થી વધારે કારની સર્વિસ
  • એનજીસી પછી ઇ-ક્લાસ અને સી-ક્લાસ સૌથી વધુ વેચાણ ધરાવતાં મોડલ
  • પ્રદેશમાં એમએમજી અને ડ્રીમ કારની પસંદગીમાં વધારો
  • જેડી પાવર દ્વારા કસ્ટમર સેટિસ્ફેક્શન (સીએસઆઈ) અને સેલ્સ સેટિસ્ફિકેશન ઇન્ડેક્સ (એસએસઆઈ)માં વર્ષ 2018માં મર્સિડિઝ-બેન્ઝ #1
  • મર્સિડિઝ-બેન્ઝ એમરલ્ડ મોટર્સે 25મી વર્ષગાંઠની ઉજવણી કરી

અમદાવાદઃ દેશની અગ્રણી લક્ઝરી અને પર્ફોર્મન્સ કાર નિર્માતા મર્સિડિઝ-બેન્ઝ ઇન્ડિયાએ અમદાવાદની સૌથી ભવ્ય કાર ડિલરશિપમાંની એક એમરલ્ડ મોટર્સની અનુભવજન્ય મુલાકાતનું આયોજન કર્યું હતું. આ પ્રીમિયમ શોરૂમ પ્રાઇમ રિટેલ લોકેશન સી જી રોડ પર મોકાની જગ્યાએ સ્થિત છે. આ ભવ્ય 3S શોરૂમ (સેલ્સ, સર્વિસ, સ્પેર્સ) ગ્રાહકોને અનુભવ આપવા મર્સિડિઝ-બેન્ઝ અને AMG કારની લેટેસ્ટ રેન્જ ધરાવે છે.

એમરલ્ડ મોટર્સનાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કે એમ ઠક્કરે કહ્યું હતું કે, “આ અમારાં માટે વિશેષ વર્ષ છે, કારણ કે અમે ભારતમાં મર્સિડિઝ-બેન્ઝનાં 25 વર્ષની ઉજવણી કરીએ છીએ. અમને મર્સિડિઝ-બેન્ઝ ફેમિલી બનવાનો ગર્વ છે, જેમાં ઇનોવેશન, ગુણવત્તા, કટિબદ્ધતા અને ગ્રાહકને શ્રેષ્ઠ સેવા દ્વારા વૃદ્ધિ અમારાં વ્યવસાયોનો આવશ્યક ભાગ છે. અમદાવાદ અને વડોદરા, સુરત, જામનગર વગેરે આસપાસનાં કેન્દ્રોમાં બ્રાન્ડ સારી લોકપ્રિયતા ધરાવે છે. મર્સિડિઝ-બેન્ઝની ‘ગો-ટૂ-કસ્મટર’ સ્ટ્રેટેજી સ્ટાર એક્સપેરિયન્સ જેવી પહેલો સાથે ડ્રાઇવિંગનો શ્રેષ્ઠ અનુભવ ઓફર કરે છે. વર્ષ માટે બ્રાન્ડનાં સૂત્ર ‘બેસ્ટ નેવર રેસ્ટ’ને અનુરૂપ અમે અમારાં ગ્રાહકોને વિશિષ્ટ અનુભવ પ્રદાન કરીને ખુશ કરવાનું જાળવી રાખ્યું છે.”

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “અમે આ વિસ્તારમાં પ્રચૂર સંભવિતતા જોઈ છે અને છેલ્લાં ત્રણ વર્ષમાં ગ્રાહકોએ સંતોષકારક પ્રતિસાદ આપ્યો છે. NGCs પછી ઇ-ક્લાસ અને એસ-ક્લાસ સૌથી વધુ વેચાતા મોડલ છે. વધુને વધુ ગ્રાહકો AMG અને ડ્રીમ કાર પસંદ કરી રહ્યાં છે, જેમાં છેલ્લાં એક વર્ષમાં 10 ટકાથી વધારે વૃદ્ધિ થઈ છે. અમારાં ગ્રાહકોની પ્રોફાઇલમાં ડૉક્ટર્સ, બિઝનેસમેન, ટ્રેડર્સ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સામેલ છે.”

સુવિધાની ખાસિયતો: એક્સક્લૂઝિવ કસ્ટમર લોંજ, મર્સિડિઝ કાફે, એક્સક્લૂઝિવ પ્રી-ઑન કાર સેક્શન, એક્સક્લૂઝિવ S-લોંજ, જે ગુજરાતમાં મર્સિડિઝ-બેન્ઝનાં કોઈ પણ શોરૂમમાં પ્રથમ અને દેશમાં બીજી લોંજ છે

મર્સિડિઝ-બેન્ઝ વર્ષ 2019માં ભારતમાં 25 વર્ષની કામગીરીની ઉજવણી કરે છે. આ વર્ષ માટે એનું સૂત્ર ‘બેસ્ટ નેવર રેસ્ટ’ છે, જે ફિલોસોફીનું મહત્ત્વ સૂચવે છે કે, મર્સિડિઝ-બેન્ઝ છેલ્લાં 25 વર્ષનાં સમૃદ્ધ વારસા અને અનુભવને આગળ વધારશે, કારણ કે બ્રાન્ડે ભવિષ્ય માટે પુનઃરચના કરવાની નવી સફર શરૂ કરી છે. ‘સ્ટાર એક્સપેરિયન્સ’ મર્સિડિઝ-બેન્ઝ દ્વાર વિશિષ્ટ યાદગાર બ્રાન્ડ અનુભવનો ભાગ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.