Western Times News

Gujarati News

ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામનો મુખ્ય રસ્તો બેહાલ

(તસ્વીરઃ- વિરલ રાણા, ભરૂચ)

સતત ઓવરલોડ રેતી વહનના કારણે બારેમાસ ગામમાં આવી પરિસ્થિતિ રહે છે:દશ થી પંદર ફૂટ લાંબા ખાડાઓમાં પાણી ભરાયા

(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામનો મુખ્ય રસ્તો બેહાલ બન્યો છે, બારેમાસ ઓવરલોડ અને પાણી નીતરતી રેતી વહનના કારણે ગામનો મુખ્ય રસ્તો વાપરવા લાયક રહ્યો નથી.ગામના મુખ્ય રસ્તાઓ પર દશ થી પંદર ફૂટ લાંબા ખાડાઓ પડતા તેમાં વરસાદ બાદ પણ પાણી ભરાયેલા રહેતા હોવાથી રોગચારાનો ભય ગ્રામ,જનોને સતાવી રહ્યો છે.
ઝઘડિયા તાલુકામાં થી નીકળતા ખનીજ અને રેતી એ ગામડાઓની આર્થિક કમ્મર તોડી નાખી છે.તાલુકા મથકે થી ગામડાઓને જોડતા રસ્તાઓ ઓવરલોડ રેતી, કપચી, મેટલ, રબલ, ડસ્ટ, પાણી નીતરતી રેતીના કારણે તૂટી ગયા છે.કરોડો રૂપિયા ખર્ચીને બનાવેલ રોડ માંડ પાંચ વર્ષ પણ ઓવરલોડ ખનીજ વહનના કારણે ચાલતા નથી.જે જનતા માટે રોડ બનાવ્યા છે તે તેનો પુરેપુરો ઉપયોગ કરી સકતા નથી.આવીજ પરિસ્થિતિ ઉમલ્લા ગામના મુખ્ય રોડ ની બની છે.

ઉમલ્લા ચાર રસ્તાથી રેલવે ફાટક થઇ બજાર થઈ ગામમાં જતો અને પાણેથા તરફ જતો રસ્તો બેહાલ બન્યો છે.જેનું મુખ્ય કારણ છે ઓવરલોડ અને પાણી નીતરતી રેતીનું વહન, પાણેથા,ઈન્દોર,નાના વાસણા, વેલુગામના નર્મદાના પટ માંથી રેતી વહન કરી ઉમલ્લા ગામમાં થઈ વાહનો પસાર થાય છે જેથી રેતી વાળના ભોગે ઉમલ્લાવાસીઓએ હાડમારી વેઠવી પડે છે.ગ્રામજનોના નસીબમાં ગામનો સારો રોડ વાપરવાનો છે જ નથી.

સતત વાહંવ્યહવારના કારણે રોડની પરિસ્થિતિ યથાવત થઇ જાય છે.ઉમલ્લા ગામમાં દશ થી પંદર ફૂટ લાંબા ખાડાઓ પડી ગયા છે અને એમાં સતત પાણી ભરાયેલું રહે છે જેથી વરસાદ બંધ થયા બાદ પણ પાણી ભરાયેલુંજ રહે છે જેથી રોગચારાનો પણ ભય ગ્રામજનોને સતાવી રહ્યો છે.મુખ્યરોડ પરથી વરસાદી પાણીનો નિકાલ યોગ્ય નહિ હોઈ આ સમસ્યા કાયમી બની ગઈ છે જેથી લગતી વળગતી પંચાયત ઉમલ્લાના મુખ્ય રોડનું સમારકામ કરાવે અને તેને સ્થાનિક ગ્રામજનોના વપરાશ માટે તેનું જતન કરે તેમ ઉમલ્લાવાસીઓ ઈચ્છી રહ્યા છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.