દિવ્યાંગ ગર્ભવતી પત્નીને હોસ્પિટલમાં છોડીને 13 વર્ષની સગિરાને લઈ પતિ ભાગી ગયો
        નવી દિલ્હીઃ દિલ્હીમાં એક 13 વર્ષની સગિરા ગુમ થયાની ઘટના સામે આવી છે. યુવતીના પરિવારજનોનો આરોપ છે કે 28 વર્ષીય પરિણીત યુવક સગિરાને લઈને ફરાર થયો છે. આરોપી તેમના મમહોલ્લામાં લારી લઈને શાકભાજી અને ફળો વેચવા માટે આવતો હતો. જોકે આ મામલે પરિવારજનોએ ફરિયાદ નોંધવી છે જેના પગલે પોલીસે તપાસ હાથધરી છે.
મળતી માહિતી પ્રમાણે દિલ્હીના મહરૌલી પોલીસ સ્ટેશનની હદમાં આ ઘટના બની છે. ગત 18 ઓક્ટોબરે આ ઘટના બની છે. સગિરાના પરિવારનો આરોપ છે કે દિલદાર નામનો 18 વર્ષીય એક યુવકને રાહુલ ઠાકુરને જણાવ્યું હતું કે તે તેમના પરિવારમાં હળીમળી ગયો હતો. તેણે જ યુવતીને લલચાવી ફોસલાવીને 18 ઓક્ટોબરે તેની સાથે લઈને ભાગી ગયો હતો.
યુવતીની માતાનું કહેવું છે કે દિલદાર લોકડાઉન દરમિયાન તેમના મહોલ્લમામાં શાકભાજી તો ત્યારેક ફળો વેચવા માટે આવતો હતો. તેણે પોતાનું નામ રાહુલ ઠાકુર બતાવ્યું હતું. તે સતત મહોલ્લમામાં આવતો જતો રહેતો હતો. આ દરમિયાન તેણે અમારો મોબાઈલ નંબર લીધો હતો. અને પછી તે અમારી છોકરી સાથે વાતચીત કરવા લાગ્યો હતો.
પોલીસને ફરિયાદ મળ્યા બાદ તપાસ શરૂ કરી છે. પોલીસને જાણવા મળ્યું કે દિલદાર ઉર્ફે રાહુલ ઉત્તર પ્રદેશના બદાયુનો રહેનારો છે. તે યુવતીના મહોલ્લામાં જ રહેતો હતો. દિલદાર ઉર્ફે રાહુલની એક દિવ્યાંગ પત્ની સોની છે. જેના બંને પગ કામ કરતા નથી. તે આ સમયે ગર્ભવતી છે. તેની તબિયત 12 સપ્ટેમ્બરે અચાનક બગડતા તેને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરાવી હતી.
