Western Times News

Gujarati News

ટેરેંસ સોન્ગ થકી નોરા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતો જોવા મળ્યો

મુંબઈ: બોલિવુડ એક્ટ્રેસ નોરા ફતેહી હાલ પોતાના સોન્ગ નાચ મેરી રાનીને લઈને જબરદસ્ત છવાયેલી રહે છે. આ સિવાય તેના ડાન્સ વીડિયો અને તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રહે છે. રવિવારે (૨૫) ઓક્ટોબરે નોરા ડાન્સ રિયાલિટી શો ઈન્ડિયાસ બેસ્ટ ડાન્સરના સેટ પર પહોંચી હતી.

આ જોઈને મલાઈકા અરોરા અને ગીતા કપૂર પર હેરાન રહી ગયા હતા.
આ દરમિયાન કન્ટેસ્ટન્ટ્‌સ અને જજ સાથે તેણે ખૂબ મસ્તી કરી હતી. આટલું જ નહીં એપિસોડ દરમિયાન ટેરેંસ લુઈસ નોરા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતો જોવા મળ્યો હતો. આ જોઈને મલાઈકા અરોરા અને ગીતા કપૂર પર હેરાન રહી ગયા હતા. નોરા અને ટેરેંસનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

ટેરેંસને આવુ બધુ કરતાં જોઈને નોરા શરમાઈ જાય છે. બાદમાં ટેરેંસ નોરાને ઉંચકી લે છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે, ટેરેંસ લુઈસ અને નોરા ફતેહી સ્ટેજ પર છે. બેકગ્રાઉન્ડમાં ‘પહેલા પહેલા પ્યાર હૈ સોન્ગ વાગી રહ્યું છે. ટેરેંસ લિંપ સિંક કરી રહ્યો છે સાથે જ ડાન્સ પણ કરી રહ્યો છે. ટેરેંસને આવુ બધુ કરતાં જોઈને નોરા શરમાઈ જાય છે. બાદમાં ટેરેંસ નોરાને ઉંચકી લે છે. શો દરમિયાન ટેરેંસે નોરા તેમજ મલાઈકા સાથે રિતિક રોશનના સોન્ગ બેંગ બેંગ પર પણ ડાન્સ કર્યો હતો. આ અગાઉ સેટ પરથી જ ટેરેંસનો એક વીડિયો વાયરલ થયો હતો.

નોરાને જોઈને ઘેલા થયેલા ટેરેંસની ભારતી પણ મજાક ઉડાડે છે
જેમાં નોરા જેવી શોમાં એન્ટ્રી મારે છે કે તરત જ તે દોડીને તેની તરફ જાય છે. દોડીને જતાં તે પડતા-પડતા બચી જાય છે. નોરાને જોઈને ઘેલા થયેલા ટેરેંસની ભારતી પણ મજાક ઉડાડે છે. તે કહે છે કે, ટેરેંસ સર નોરાને જોઈને એ રીતે ભાગ્યા કે જાણે કોરોનાની રસી આવી ગઈ હોય. ગયા મહિનાની શરુઆતમાં ટેરેંસ ખૂબ જ વિવાદમાં રહ્યો હતો.

વાત એમ હતી કે, તે નોરાના હિપ્સ પર સ્પર્શી રહ્યો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને લઈને યૂઝર્સે તેને આડેહાથ લીધો હતો. જેના પર સ્પષ્ટતા કરતાં ટેરેંસે ઈન્સ્ટાગ્રામ પર નોરા સાથેની તસવીર શેર કરીને બોધપાઠ આપતી એક સ્ટોરી જણાવી હતી. તો નોરાએ પણ તેને સપોર્ટ કરતાં વીડિયો મોર્ફ્‌ડ કરેલો હોવાનું કહ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.